________________
અગ્નિની જેમ એકમેક થયેલા કર્મ–કાયા–કષાયનો આત્મા સાથે થયેલા સંયોગનો (સંસારનો) આત્યંતિક= હંમેશા માટે ફરી સંયોગ ન થવારૂપ વિયોગ થવો તે મોક્ષ અર્થાત્ (સર્વ સંયોગથી સર્વથા છુટી જવું) આત્માની શુધ્ધ, બુધ્ધ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, સ્વતંત્ર સિધ્ધ અવસ્થા તે મોક્ષ.
આત્માનો સ્વભાવ જીવ અજીવને જાણવાનો અને જાણીને અનાદિથી અજીવમય બનેલા જીવને અજીવમય બનતો અટકાવીને માત્ર જીવમય બનવાનો છે. આ જીવ–અજીવને જાણીને જીવનું ધ્યાન કરવાનું છે, અજીવને છોડી દેવાનો છે, તો આત્મા પોતાની સિધ્ધાવસ્થાને પામશે. જિનાજ્ઞા પણ આત્મ સ્વભાવને પ્રગટ કરવાની છે.
આપણો સ્વભાવ શું છે? તેનું જ્ઞાન કરીને નિર્ણય કરવાનો છે. દા.ત. શિયાળના ટોળામાં રહેલા સિંહબાળને જ્યારે ખબર પડી કે હું સિંહ છું તો તે શિયાળના ટોળામાંથી નીકળી સિંહ તરીકે વનમાં નિર્ભય થઈને એકલો ફરે છે. તેમ આપણે પણ આપણાં આત્માને સત્ય જ્ઞાન કરાવશું તો તેને સ્વભાવનું સાચું ભાન થશે ત્યારે આપણો આત્મા પણ સહજ સ્વભાવ દશામાં આવવાનો પરમ પુરુષાર્થ શરૂ કરશે. આપણા આત્માએ જગતની સત્યતાનું સર્વજ્ઞ વચન પ્રમાણે નિર્ણય કર્યો નથી તેથી તે ભટકી રહ્યો છે. જગતને સત્યરૂપે જાણવું હોય તો નવતત્ત્વો જાણવા જરૂરી છે.
અન્ય દર્શનો પણ તત્ત્વને માને છે. પરંતુ દરેકની તત્ત્વસંબંધી માન્યતા જુદી-જુદી છે. 1 અન્ય દર્શનોમાં તત્ત્વોની માન્યતા (૧) જૈન દર્શનઃ જીવ–અજીવ બે તત્ત્વને માને છે. (૨) વેદાંત દર્શનઃ ૧ બ્રહ્મતત્ત્વને માને છે. (૩) વૈશેષિક દર્શન : ૬ કે ૭ તત્ત્વો માને. દ્રવ્ય, ગુણ, ક્રિયા, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. આ દર્શનના પ્રવર્તક કણાદ 28ષિ છે.
નવતત્ત્વ // ૨૧