________________
બંધ સંપૂર્ણ અટકી જાય.
અમુક સંબંધ એવા છે કે પુરુષાર્થ કરવાથી છૂટી શકે છે પણ અમુક સંબંધ મરતાં સુધી છૂટી શકે તેમ નથી. શરીરનો સંયોગ એટલે શરીરનો મોહ છોડવાનો છે. જેના ઘાતકર્મ જાય એના અઘાતી કર્મ જવાના જ છે.
વ્યવહાર શું છે? મનવચન-કાયાના યોગ પ્રવૃત્તિરૂપે થાય છે. તેનાથી કર્મબંધ થાય. n નિશય શું છે? આત્મામાં જે જ્ઞાનાદિગુણ શુધ્ધ પરિણામરૂપે થાય તે. તેનાથી કર્મનિર્જરા થાય. | નવતત્ત્વનું શાન મુખ્ય શા માટે?
नवानामपि तत्त्वानां ज्ञानं आत्मप्रसिध्धये । येनाऽजीवादयो भावाः स्वभेदप्रतियोगिन :॥३॥
| (અધ્યાત્મસાર) નવતત્ત્વોનું જ્ઞાન મુખ્ય આત્મતત્વની પ્રતીતિ માટે કરવાનું છે. તેમાં અજીવનું જ્ઞાન કરવા વડે આત્માનું જ્ઞાન દઢ થાય છે. કારણ કે વર્તમાનમાં આત્મા અજીવ પુદ્ગલ સાથે જોડાઈ અજીવમય બનેલો છે. આથી અજીવના સ્વરૂપ જ્ઞાનનો નિશ્ચય ન થાય તો જીવના સ્વરૂપનો પણ નિશ્ચય ન થાય. શરીરાદિ જડપદાર્થમાં મિથ્યાત્વના ઉદયથી ઉપાદેય બુધ્ધિ થઈ ગયેલી છે. તે ઉપાદેય બુધ્ધિ નાશ કરવા માટે અજીવતત્ત્વનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે.
આત્માને પોતાની સ્વાભાવિકશુધ્ધ-સિધ્ધ જીવમય દશાનો અને કર્મથી અશુધ્ધ દશામય થયેલી જીવની જડમય દશાનો ઉપયોગ શેયરૂપે સતત આવવો જોઈએ. તો જ અશુધ્ધ દશામાંથી છૂટવાનો અને શુધ્ધ દશારૂપ સિધ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સ્વરૂપ મોક્ષાભિલાષ પ્રગટ થાય. કર્મલઘુતા થયા વિના તે જીવને પ્રગટ ન થાય. અનાદિ અનંત કાળમાં પરિભ્રમણ કરતાં અકામ નિર્જરા વડે જીવ કર્મલઘુતાને પામે ત્યારે ભવ્યજીવ ચરમાવર્ત કાળમાં આવ્યો ગણાય. પછી જ તે
નવતત્વ // ૨૬