________________
પ્રવર્તવાની ભાવનાવાળો આત્મા અર્થાત્ મુમુક્ષુ. તે માટે સૌ પ્રથમ તેનામાં અપુનબંધક દશાના ગુણ જોઈએ. (૧) સાત્વિક જિજ્ઞાસાઃ આત્મ તત્ત્વને જાણવાનો ઉહાપોહ હોય. અર્થાત્
સત્ય તત્ત્વ સમજવાનું અને સમજીને સ્વીકારવાનું લક્ષ હોય. (૨) આશંસાનો અભાવ કોઈપણ ધર્મઅનુષ્ઠાન સંસારના સુખના આશયથી
ન કરે. (૩) મોક્ષના આશયથી જ ધર્મ અનુષ્ઠાન કરે.
અપુનબંધક દશાના જીવો મોક્ષ માર્ગમાં આવવાની ભૂમિકામાં છે. અભિમુખ છે. નજીકના કાળમાં જે મોક્ષમાં જવાના હોય તેને આસનભવ્ય કહેવાય. પરમાત્મા આસન-ભવ્યનાનાથ છે. મોક્ષ એ આત્માની અરૂપી, કર્મરહિત, મૂળ, શુધ્ધ સિધ્ધ અવસ્થારૂપ છે.
જે જ્ઞાન આત્માને સંવેદના જગાડે તે જ જ્ઞાનથી કર્મ નિર્જરા થશે. પૂર્વે આપણે અનેક્વાર સમવસરણમાં ગયા હોઈશું પ્રભુની વાત સાક્ષાત પણ સાંભળી હશે પરંતુ તે આપણા આત્માને સંવેદનારૂપ બની નહીં તેથી નિષ્ફળ ગઈ. આપણે સર્વજ્ઞ પાસે જઈ રડવું જોઈએ કે આપ સર્વજ્ઞ બની ગયા, હું હજી ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાઉં છું. રાગની જાળમાં ફસાઉં છું. હું ક્યારે આપના જેવો બનીશ? તેનો ઉહાપોહ થવો જોઈએ. આવી જિજ્ઞાસા અભિલાષા થશે તો પ્રભુનું શાસન ગમી જશે.
જીવ–અજીવમાં રહેલો ધર્મ રૂપ તત્ત્વની સાત્ત્વિક જિજ્ઞાસા એ લાયકાતનું લક્ષણ છે.
એક સચેતન જીવ છે, બીજુ અચેતન જાય,
ચેતનને ધ્યાવો સદા તો પામો નિર્વાણ.' આખું જગત = સંસાર. જીવ અને અજીવના સંયોગરૂપ છે.
અનાદિથી જીવ અને અજીવનો દૂધ-પાણીની જેમ અથવા લોહ –
નવતવ || ૨૦