________________
ગુણ દ્રવ્યના આધારે દ્રવ્યમાં રહેલા હોય. અર્થાત્ દ્રવ્ય એ ગુણનો આધાર હોય અને ગુણો દ્રવ્યના આધારે હંમેશા દ્રવ્યમાં રહેલા હોય. દ્રવ્યને છોડીને ગુણો દ્રવ્યથી જુદા ન પડે, નાશ ન પામે.
આત્મા જીવ દ્રવ્ય છે. આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે. તે તાદાભ્ય સંબંધે રહેલા છે. પર્યાય - ગુણની વિવિધ અવસ્થારૂપે થવું તે. પર્યાય અવસ્થાની ઉત્પત્તિ અને નાશ થયા કરે, મૂળ ગુણ રૂપે નાશ ન પામે.
જેમ કેવલજ્ઞાન એ આત્માનો મૂળ ગુણ રૂપ સ્વભાવ છે. તેની અવસ્થાભેદ રૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન રૂપે ઉત્પન - નાશ થયા કરે પણ આત્માનો ગુણ-જ્ઞાન ગુણ કેવલજ્ઞાનરૂપે સદા આત્મામાં વિદ્યમાન રહે છે. તેના અલ્પ ઉઘાડની અવસ્થાને મતિ, શ્રુત આદિ પર્યાય કહેવાય છે.
અથવા જ્ઞાન એ આત્માનો ગુણ છે. માટીરૂપ વસ્તુ જોય છે. તેને જુએ છે. માટી કુંભાર વડે ઘડારૂપે બની. ઘડાના શેય પર્યાયરૂપે જ્ઞાન થયું. ઘડો નાશ પામ્યો. ઠીકરા રૂપે થાય. તે રૂપે શેયનું જ્ઞાન થયું. આમ જ્ઞાનપણું સદા રહે પણ શેય પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય છે.
ગુણો સહભાવી = દ્રવ્ય સાથે સદા રહેનારા છે. પર્યાયો ક્રમ ભાવી - ક્રમે કરીને રહેનારા છે. ઉત્પન્ન અને નાશ થવા રૂપે છે.
દ્રવ્યાસ્તિકાય નય વસ્તુના મૂળને જુએ. પર્યાયાસ્તિકાય નય વર્તમાન અવસ્થા પર્યાયને જુવે. તત્ત્વ એટલે જીવદ્રવ્ય. અજીવ દ્રવ્યમાં રહેલો ધર્મ (ગુણ) એ જ છે. તેથી નિશ્ચયથી જિનાજ્ઞા તત્ત્વના આ ગુણધર્મનો પરિચય કરી સ્વતત્ત્વરૂપ જ્ઞાનાદિ ગુણમાં રમણતા કરવાની છે. આત્મદ્રવ્ય વર્તમાનમાં કર્મવશ હોવાના કારણે સ્વ સ્વભાવમય બની શકતો નથી. કેવલી અને સિધ્ધો સ્વસ્વભાવમાં પૂર્ણ રમણતા કરે છે. તેથી તેમને સ્વસ્વભાવમય બનવા રૂપ આશા વ્યવહાર નથી.
નવતત્વને જાણવાના અધિકારી કોણ? પોતાનું સ્વરૂપ જાણી તેની રુચિપૂર્વક સ્વ આત્મ સ્વરૂપમાં આત્મવીર્ય
નવતત્વ // ૧૯