________________
જેના વડે સંપૂર્ણ તત્ત્વો જણાય તે જિનાજ્ઞા છે. નવતત્ત્વો શેય છે. તેનો જ્ઞાતા આત્મા છે. આથી નિશ્ચયથી પ્રથમ જિનાજ્ઞા પણ જોય રૂપ નવતત્વોને જાણવાની છે. વ્યવહાર આજ્ઞા પણ નવતત્ત્વોના પરિચય કરવારૂપ છે અને તેના જ્ઞાતા ગુરુની સેવા કરવા રૂપ છે.
જે કાંઈ વ્યવહાર જિનાજ્ઞા છે તે સર્વ નિશ્ચયરૂપ આજ્ઞા (આત્મ સ્વભાવ)ને પ્રગટાવવા માટે જ છે. સંપૂર્ણ તત્ત્વને જાણનાર આત્મા છે. માટે સૌ પ્રથમ પોતાનો આત્મા જ આત્માનો શાતા બને અને પછી તે સર્વનો શાતા બને તો જ આત્માનું જ્ઞાન કલ્યાણકારક બને છે. પોતાના આત્માને જાણ્યા વિના જગતને જાણે તો તેનું જ્ઞાન જ અશુધ્ધ છે. કારણ કે શુધ્ધ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. જે જ્ઞાન સ્વમાં પ્રકાશક ન બને અને દીવાના પ્રકાશની જેમ માત્ર પરમાં પ્રકાશક બને તે જ્ઞાન શુધ્ધ નથી. જેમ દીવામાં બહાર અજવાળું પરંતુ અંદર અંધારું હોવાથી મેશ નીકળે છે. તેથી દિવાલ આદિ મલિન બને છે. તેમ જ્ઞાન સ્વપ્રકાશક ન હોય, માત્ર પર પ્રકાશક હોય તો તે પણ દીવાની મેશની જેમ જ આત્માને મલિન કરનારું બને છે. જયારે રત્ન દીપકની જેમ મિથ્યાત્વથી રહિત જ્ઞાન સ્વ પર પ્રકાશક છે.
આથી પ્રથમ જિનાજ્ઞા એ છે કે તું તને જાણ– તારો જ્ઞાતા બન. તું તને જાણીને સ્વ આત્માને સ્વીકાર. અભવ્યો આત્માને જાણે છે પણ શુધ્ધાત્માનો રુચિ પૂર્વક સ્વીકારતા નથી. તું તને માણ– અર્થાત્ તારા આત્મ ગુણોમાં રમણતા કર. આ જજિનની નિશ્ચયથી આજ્ઞા છે. અર્થાત્ સમ્યગૂ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીની એકતાને કર.
આથી પરમ મંગલ પરમાત્મા સ્વરૂપ પોતાના આત્માને જાણી, તે પ્રમાણે તેમાં શ્રધ્ધા રુચિ કરી અને સ્વગુણોમાં પ્રવર્તવું એ ઉત્કૃષ્ટ = પરમ મંગલ છે.
પરથી પર થઈ સ્વ સ્વભાવમાં રમણ કરવું અર્થાત્ બઈિરાત્મા રૂપ મટી અંતરઆત્મા રૂપે થઈ. આત્માને પરમાત્મા રૂપ પ્રગટાવવા એ જ મનુષ્ય ભવનું પરમ મંગળ છે.'
નવતત્ત્વ / ૧૭