________________
કરીને હું જીવોના બોધ માટે કહીશ" એમ શ્રી વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ મહારાજ મંગલાચરણ કરે છે એમ અહીં ગાથામાં વંદનારૂપ મંગલાચરણ દેખાતું નથી.
કોઈપણ ગ્રંથનો આરંભ મહાપુરુષ મંગલાચરણ કર્યા વિના કરે નહીં એવો શિષ્ટાચાર મર્યાદા = શાસ્ત્રનીતિ છે. મંગલાચરણ કર્યા પછી જ ગ્રંથના વિષય, સંબંધ અને પ્રયોજનનું કથન કરવું તે શિષ્ટાચાર છે.
શાસ્ત્રમાં મંગલાચરણ ત્રણ પ્રકારે કહેવામાં આવ્યા છેઃ (૧) નમસ્કાર સ્વરૂપે (૨) આશીર્વાદરૂપે (૩) વસુકીર્તન સ્વરૂપે.
અહીં વસ્તુકીર્તન સ્વરૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે.
અહીં નવતત્તા પદ દ્વારા "અભિધેય સંબંધી અહીં કહેવાનું છે. અર્થાત્ (નવતત્ત્વો) ગ્રંથનો મુખ્ય વિષય કહ્યો છે.
નવતા હેતિ નાયબ્બાપદથી પ્રયોજન કહ્યું છે, કેનવતત્ત્વો આત્માએ જાણવા અને અનુભવવા યોગ્ય છે. a નવતત્વો શા માટે જાણવા યોગ્ય છે? "જિહાં લગે આતમ તત્ત્વ ચિન્યો નહિ તિહાં લગી સાધના સર્વ જૂઠી, - ભણે નરસૈયો તત્ત્વદર્શન વિના રત્ન ચિંતામણી ખોયો."
જિનના શાસનને નહીં પામેલા પણ પ્રાયઃ ચરમાવમાં આવી ગયેલા અને જેની યોગ દષ્ટિ ખૂલી ગઈ છે એવા સંત નરસિંહ મહેતા પણ કહી રહ્યાં છે કે જ્યાં સુધી જીવને તત્ત્વદર્શન થતું નથી અર્થાત્ આત્મ તત્ત્વનો નિર્ણય થતો નથી ત્યાં સુધી તેની સર્વ તપ ત્યાગાદિ સાધના નિષ્ફળ બને છે. અર્થાત્ ચિંતામણિ રત્ન કરતાં પણ દુર્લભ એવો માનવભવ નિષ્ફળ જાય છે.
નિશ્ચયથી આત્માનો સ્વભાવ સર્વ શેયને જાણવાનો અને સ્વજોયને અનુભવવાનો છે. આથી નવતત્તા ઉંતિ નાયબ્બા પદ વડે સર્વજ્ઞ સ્વભાવની સ્તુતિરૂપ વસ્તુકીર્તન સ્વરૂપ મહામંગલાચરણ કર્યું છે.
આથી અહીં આરંભમાં જ જીવનું સાધ્ય શું છે તે બતાવાયું. સર્વ શેયને
. નવતત્વ || ૧૫