________________
"जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं । મા સહતો અયાનમાં વિ સમ્મત્ત " પ૧
જે જીવાદિ નવતત્ત્વને જાણે છે અને તેમાં શ્રધ્ધા કરે છે. તેનામાં અવશ્ય સમ્યકત્વ છે. પણ જે જીવાદિ નવ તત્ત્વોને જાણતો નથી પણ સર્વજ્ઞ કથિત નવ તત્ત્વોની ભાવથી શ્રધ્ધા કરે છે. તેનામાં પણ સમ્યક્ત છે.
સમ્યગદર્શન એ આત્મામાં રહેલો આત્માનો પ્રધાન ગુણ છે. એ ગુણ પ્રગટ્યા વિના આત્મામાં રહેલા બીજા ચારિત્રાદિ ગુણ પણ પ્રગટ થતા નથી અને આત્મા પૂર્ણતાને પામતો નથી. સમ્યગ્ દર્શન ગુણ મિથ્યાત્વ મોહનીય કર્મથી આવરિત છે. તેથી તે ગુણ આત્મામાં હોવા છતાં તેનું કાર્ય કરતું નથી. અર્થાત્ જિનવચનથી વિપરીત માન્યતા ધરાવવા વડે જીવનું સંસારમાં પરિભ્રમણ બંધ થતું નથી. સદાય દુઃખમુક્તિ માટે પ્રયત્ન કરે અને સ્વયં દુઃખી થાય અને બીજાના દુઃખમાં નિમિત્ત બને. તેથી પ્રથમ જિનાજ્ઞામઃ નિખાગાઈ' – તું જિનની આજ્ઞાને માન-'મિચ્છ પરિહર થર સમ્માં' – સર્વજ્ઞ કથિત સર્વ સત્યના પ્રકાશરૂપ જિનવચનને શ્રધ્ધા, રુચિ પૂર્વક તું ધારણ કર. તારી ખોટી માન્યતા રૂપ મિથ્યાત્વનો અર્થાત્ અતવમાં તત્ત્વની પ્રીતિપૂર્વક કરેલી પકડનો ત્યાગ કર. તે માટે જિન શાસનમાં સભ્ય દર્શન ગુણ પ્રગટાવવા સમ્યગુદર્શનના ૭ બોલરૂપ વ્યવહાર આજ્ઞા– તેમાં પ્રથમ ચાર સદુહણાનો વિચાર કર. . સમ્યમ્ દર્શન પ્રગટ કરવા માટે બે વિધાન રૂપે આશા : (૧) પરમાર્થ સસ્તવઃ એટલે સર્વજ્ઞ કથિત જીવાદિ નવતત્ત્વોનો પરિચય
કરવો. (૨) પરમાર્થ શાતુ સેવનઃ ગીતાર્થ ગુરુની સેવા
તત્ત્વજ્ઞાતા ગુરુની વિનય વૈયાવચ્ચદિ કરવા વડે તેમને પરમ સંતોષ ઉપજે તે રીતે તેમની સેવા ઉપાસના કરી તેમની પાસે આત્મિક જિજ્ઞાસાપૂર્વક આત્મામાં પરિણામ પામે તે લક્ષ કરી જીવાદિ નવતત્ત્વો ભણવા સમજવા અને ન સમજાય ત્યાં સુધી પ્રશ્નો કરી સમાધાન મેળવી તત્ત્વનો સ્વીકાર કરવો.
નવતત્વ / ૧૩