________________
પરમાત્માના શ્રીમુખે દેશના સાંભળે છે અને પોતાના શિષ્યોને જિનવચન રૂપ તત્ત્વની વાચના આપે છે.
આચારાંગ પ્રમુખ આગમમાં સુધર્મા સ્વામી પોતાના મુખ્ય શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે કહે છે – 'સુર્ય ને આડાં તેનું ભાવી પર્વ અહા' હે આયુષ્યમાન્ ! દેહાદિ સર્વ પર સંગથી સદા મુક્ત કરવા સમર્થ એવું જિનવચન સમવસરણમાં બિરાજમાન એવા મહાવીર પરમાત્માની નજીક રહેલા એવા મેં તેમના મુખકમળમાંથી આ પ્રમાણે સાંભળ્યું છે તે હું તને સંભળાવું છું તે તું સાંભળ.
આ આરાધનારૂપ પરંપરા જિનશાસનમાં પાંચમાં આરાના છેડા સુધી ચાલશે. આથી 'જીવવિચાર પ્રકરણના મંગલાચરણરૂપ આરંભમાં પૂ. શાંતિસૂરિ મહારાજા ફરમાવે છે.
"भुवणपइवंवीरं नमिठण भणामि अबुह बोहत्थं । जीव सरूवं किंचि वि जह भणि पूव्वसूरीहिं ।'
૧૪ રાજરૂપ (ત્રણ ભુવન) લોક જે જીવરાશિથી ભરેલો છે તેવા લોકને કેવલજ્ઞાનરૂપ દીપકથી પ્રકાશિત કરનારા એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને અબુધ એવા જીવોના બોધ માટે જીવવિચાર' નામનો પ્રકરણ ગ્રંથ કે જેમાં ગણધર ભગવંતોથી માંડીને આજ સુધીના પૂર્વ મહર્ષિઓએ જીવના સ્વરૂપવિશે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે હું કંઈક કહીશ.
જિનશાસનમાં પ્રધાન આરાધના જિનવચન રૂપ સૂત્ર અર્થને આત્મામા પરિણમવારૂપ તત્ત્વની કરવાની છે. આથી મુહપત્તિના પ્રથમ બોલમાં-સૂત્રઅર્થતત્ત્વ કરી સહુનું વિધાન છે.
તત્ત્વશ્રધ્ધા શા માટે કરવાની?
સમ્યગુ દર્શન એ આત્માનો ગુણ છે અને તે સર્વજ્ઞ તત્ત્વની શ્રધ્ધા કર્યા વિના પ્રગટ ન થાય. આથી નવતત્ત્વ પ્રકરણમાં.
નવતત્વ // ૧૨