________________
નવતત્વની વાચના યાને આત્મ સ્વભાવ
અને સ્વરૂપનો રસથાળ તીર્થંકર પરમાત્માને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે તેઓ તીર્થને નમસ્કાર કરીને વ્યવહારથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. નિશ્ચયથી ધર્મતીર્થ અનાદિ અનંત છે. તીર્થંકર પરમાત્માના આત્માઓ ધર્મતીર્થની આરાધનાથી જ તીર્થકર પદ સુધી પહોંચે છે.
ચરમ તીર્થાધિપતિ મહાવીર પરમાત્માએ ઈદ્રભૂતિ આદિ ૧૧ ગણધરોને "ઉપને ઈવા', 'વિગઈ વા, "હુવેઈ વા' – આ ત્રિપદીરૂપ તત્ત્વત્રયીની અનુજ્ઞા દ્રવ્ય-ગુણ પર્યાયથી આપી. અનુજ્ઞા આપવા વડે તત્ત્વથી તીર્થની સ્થાપના કરી.
ગણધરોએ તેને સૂત્રરૂપે ગૂંચ્યું અને શિષ્યોને સૂત્ર–અર્થની વાચના આપી. આ રીતે પરમાત્મા વડે જે તીર્થ સ્થપાયું તે તીર્થ પાંચમા આરાના છેડા સુધી ચાલશે. 1 પરમાત્માએ તીર્થની સ્થાપના શા માટે કરી?
પરમાત્માએ છદ્મસ્થપણામાં ધર્મતીર્થની વિશુધ્ધ કોટિની નિરતિચાર આરાધના કરી તેથી પરમાત્માના આત્મામાં નિશ્ચયથી કેવલાજ્ઞાનાદિ ગુણસ્વરૂપ ધર્મતીર્થ પ્રગટયું. તેથી તેઓ નિશ્ચયથી તીર્થકર થયા. પૂર્વે સવિ જીવ કરું શાસન રસીની જે ઉત્કૃષ્ટ ભાવના ભાવી તેનાથી તીર્થકર નામકર્મ બંધાયું તેનો હવે વિપાકોદય થવાથી તેઓ વહેવારથી તીર્થની સ્થાપના કરે છે. વ્યવહાર તીર્થનું કાર્ય નિશ્ચય તીર્થને પ્રગટ કરવાનું છે.
આથી તીર્થંકર પરમાત્માએ સ્થાપેલા વ્યવહાર તીર્થની આરાધના જેઓ નિરતિચારપણે કરશે તેઓ સ્વયં તીર્થરૂપ થઈ જશે અને તેમને વ્યવહારની આરાધનાનું પ્રયોજન બંધ થશે. અર્થાત્ જ્યાં સુધી જ્ઞાનાદિ ગુણની પૂર્ણતા રૂપ નિશ્ચય ધર્મતીર્થ આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યવહાર તીર્થની આરાધના કરવી જ જોઈએ, અને તે આવશ્યક રૂપ છે. આથી ગણધરો પણ તીર્થંકર
નવતત્ત્વ || ૧૧