________________
તેજ અને તિમિર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલાં અધ્યયનની ગાથાઓ ઉપરથી આત્મદમન એ વિષય ઉપરનાં વ્યાખ્યાને શરૂ કરેલાં છે.
શ્રી તિર્થકર અને ગણધર જેવા મહાન પુરુષોએ આત્મદમન અંગેનાં સ્પષ્ટ વિધાને કર્યા છે કે દરેક મુમુક્ષુઓએ પિતાના આત્માને જ દમ જોઈએ. એક્ષપદની પ્રાપ્તિ માટેને. એજ અમેઘ ઉપાય છે –
પિતાના પુત્રપૌત્રાદિ કહ્યામાં ન રહેતા હોય તે તમને મનમાં કેટલું બધું લાગી આવે છે અને બોલી પણ નાખતાં હો છો કે શું કરીએ? આ કાળમાં પેટનાં દિકરાં પણ કહ્યામાં. રહેતા નથી. પણ હું પૂછું છું કે પેટના દિકરા એ તો દૂર વાત. રહી–પહેલાં તમારું મન અને તમારી ઈન્દ્રિયે તમારા કહ્યામાં છે? મન અને ઈન્દ્રિય સાથે પુત્ર પૌત્રાદિ કરતા તે જીવને ઘણો નિકટને સંબંધ છે.
દુનિયામાં દરેક વસ્તુની સમતુલા જાળવવી સહેલી છે પણ. મનની સમતુલા જાળવવી કઠીન છે–મન નિરંકુશ ન બને અને ઇન્દ્રિયો બેફામ ન બની જાય એ ખાસ લક્ષમાં રાખવાનું છે..
જ્ઞાનીનાં અંતરમાં તો ભાવઅનુકંપા છે કે જગતના જીવ માત્રનું કલ્યાણ થઈ જાય. સંપત્તિના સ્વામી પણ ધર્મ પામેલા ન હોય તો તેમના પ્રત્યે પણ મહાપુરુષનાં અંતરમાં. ભાવ અનુકંપા હોય છે.