________________
કર્મ વિપાક
૩૭૭
મા સુરેન વર્મા , ઉપશમશ્રેણ ઉપર આરૂઢ થયેલાને પણ દુષ્ટ એવાં કર્મો અનંતકાળ ભવમાં ભમાવે છે.
કર્મવિપાકની સાદી સમજ એ છે કે, સંસારમાં જે ડગલે ને પગલે વિષમતા છે તે બધી કર્મજન્ય છે. એક ઉત્તમકુળમાં ઉત્પન્ન થાય છે તો બીજો અધમકુળમાં ઉત્પન્ન થાય છે. એકનું શરીર મજબૂત હોય છે તો બીજાનું દુર્બળ હોય છે. એક જ્ઞાની બીજે અજ્ઞાની; એક દીર્ધાયુષી બીજો અલ્પાયુષી, એક બળવાન બીજે તદ્દન નિર્બળ, એક ઐશ્વર્ય. સંપન્ન બીજે તદ્દન નિર્ધન, એક રોગી બીજે નીરોગી, આ બધી કર્મજન્ય વિષમતાનો વિચાર કરતાં સમજુને આખા સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવું છે.
કર્મજન્ય વિષમતા એવી હોય છે કે કેટલાકને એક આ ભવમાં અનેક ભવ કરવા પડે છે. બસ, આ જ મુદ્દા પર એક કથાનક સંભળાવવામાં આવે છે.
દષાત પૂર્વકાળમાં કેઈ નગરમાં એક રાજા રાજ્ય કરતો. હતો. તે રાજાને રાજ્યમાં હાથી વસાવવાને ખૂબ શેખ હતો. રાજાઓને આવા શોખ હોય તે સ્વાભાવિક છે. હાથીના વસવાટ માટે એક વિશાળ ગજશાળા બંધાવવામાં આવી હતી. ગજશાળામાં અનેક હાથી વસાવવામાં આવ્યા હતા, તેમાંથી અચાનક એક હાથી ઉન્મત બનીને ખીલાના બંધનને ઉખેડી નાંખીને ગજશાળામાંથી બહાર નીકળી ગયો. પછી તે ખીલાના બંધનથી છૂટો થયેલ તે હાથી પૂરવેગમાં દોડતે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યો છે અને લગભગ નગરના મુખ્ય દરવાજાની નજીકમાં આવી