________________
નરભવ નગર અને જીવ વણઝારે
૪૧૯.
કોદાવાનળ એલિવે, વણજારા રે,
માન વિષમ ગિરિરાજ, અહે મેરાનાયક. ઓલંઘજે હળવે કરી વણજારા રે,
સાવધાન કરે કાજ, અહે મેરા નાયક રે. હે વણઝારા? મેક્ષમાર્ગમાં તું આગળને આગળ વધતા જઈસ ત્યાં વચમાં કયાંક કોધરૂપી દાવાનળ આવસે એ દાવાનળને તું ખૂબજ શાંતિથી ઓલવી નાંખજે. સજઝાયના રચયિતા પૂ. પદમવિજયજી મહારાજે ક્રોધને દાવાનળની ઉપમાં આપી કારણ કે મોક્ષમાર્ગમાં ક્રોધ એ મહાવિદનરૂપ છે. ઉપશમ ભાવમાં ઝીલનારા મહાપુરૂષે જ આ દાવાનળને એલવી શકે છે. અર્થાત્ ઉપશમરૂપીજલ વડે જ ક્રોધ દાવાનળને ઠારી શકાય છે. સામાન્ય અગ્નિને ઓલવ સહેલું નથી તે દાવાનળને ઓલવ એ કયાં સહેલું છે. બાકી તે એ દાવાનલ એ ભયંકર છે કે ભલભલા એકવાર એમાં ભમસાત થઈ જાય.
ફોધ દાવાનળને એલવીને વણઝારે જ્યાં આગળ ધપે છે ત્યાં મોટા આઠ આઠ શિખરવાળે માનરૂપી વિષમ ગિરિરાજ રસ્તામાં આડે પડેલે દેખાય છે. જીવ વણઝારાને હિત શિક્ષા આપતા જ્ઞાની પુરૂષે કહે છે કે એ ગિરિરાજને તું અત્યંત સાવધાનીથી અને ધીમેથી ઉલ્લંઘી જજે. આ ગિરિરાજ એ છે જે સાવધાનીથી તું નહિ ઉલ્લંઘે તો કયાં કયાં અંતરીયાળમાં રહી જઈસ પછી તે હે વણઝારા તું કયાંયને નહી રહે અને તારી હાલત ઉભય ભ્રષ્ટ થયા જેવી થઈ જસે માટે માન ગિરિરાજને નમ્રતાની કેડી વડે તું ટપી જજે એટલે ઘણા મેટા વિનમાંથી તું પાર થઈ જઈસ. છતાં સદ્ગુર વણઝારાને હિતશિક્ષાપે કહે છે