________________
નરભવ નગર અને જીવ વણઝારે
૪૨૩ ચીજ છે. પણ આ સજઝાયમાં વ્યાપાર એ બતાવ્યું છે કે જે મનુષ્ય ભવને પામીને કોઈ વિરલાજ કરી શકે સાધુ પાણું અંગીકાર કરનારા આ વ્યાપારને ઉત્તમ પ્રકારે ખેડી શકે અને ક્ષાયિભાવના ઉત્તમ લાભને પામી શકે, સાધુ પુરૂષે મેક્ષમાર્ગને સર્વથી આરાધે તેને ગૃહસ્થ દેશથી આરાધી શકે છે. પરંપરાએ ગૃહસ્થ પણ ક્ષાયિક ભાવના અપૂર્વ લાભને પામી શકે છે.
કર્મના ક્ષયે ક્ષાયિક સમકિત અથવા કેવળજ્ઞાનાદિ ગુણે પ્રગટે તે ક્ષાયિક ભાવ કહેવાય. લાપશમીક સમકિત અથવા મતિજ્ઞાન શ્રુત જ્ઞાનાદિ ગુણે ક્ષાપશીમક ભાવે પ્રગટે છે. ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય ચાલતો હોય અને ઉદયમાં નહી આવેલા અનુદિત કર્મોને જીવ દબાવે તે હોય તેને ક્ષાપશમીક ભાવ કહેવાય. ક્ષાપશામક ભાવે પ્રગટેલા ગુણે કયારેક અવરાઈ પણ જાય જ્યારે ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવળજ્ઞાનાદિ ગુણે કયારે પણ અવરાતા નથી અને શાશ્વત્ રહે છે. પણ ક્ષાપ શમીક ભાવજ ક્ષાયિક ભાવમાં કારણ બને છે. માટે ક્ષાપ શમીક ભાવ પણ જીવ માટે ઉપકારક નિવડે છે. જેમ જેમ કમેનું ક્ષપશમ–ઉપશમ અથવા ક્ષય થાય તેમ તેમ આત્માના ગુણે પ્રગટે છે. માટે કર્મોના ક્ષપશમ અથવા ક્ષય માટે જીવને પુરૂષાર્થ એજ સત્ય પુરૂષાર્થ છે અને એ રીતના પુરૂષાર્થમાં જ જીવ વણઝારાની' સાચી સફલતા રહેલી છે.