Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 458
________________ નરભવ નગર અને જીવ વણઝારે ૪૨૧. - રાગ દ્વેષ દેય એરટા, વણઝારારે, વાટમાં કરશે હેરાન. અહેમેરા નાયક રે. વિવિધ વીર્ય ઉલ્લાસથી, વણઝારારે, તે હણજે શિર ઠાણ. અહે મેરા નાયક રે.... સદૂગુર કહે છે હે વણઝારા? ઘણે ખરે પંથ તે વટાવી નાંખે હસે પણ હજી આગળ રાગ-દ્વેષરૂપી ચેરિટા રસ્તામાં એવા ઉભા હશે કે તને વાટમાં હેરાન કર્યા વિના રહેશે નહી. એ બન્ને જાણે બારવટે ચડેલા છે અને કંઈકના જીવન એમણે ઉજ્જડ કરી નાંખ્યા છે. એવા આ બહારવટીયા માર્ગમાં રસ્તો દબાવીને ઉભા હસે એ બન્નેને તું તારા અપૂર્વ વીલ્લાસથી હણું નાંખજે અને તેજ આગળને માર્ગ તારા. માટે નિષ્કટક બનસે એ બન્નેને ઠાર કર્યા એટલે મેક્ષમાર્ગ તારા માટે તદ્દન ઉપદ્રવ રહિત બની ગયે એમ તું સમજજે આ છેલ્લી લડાઈ તારે જમ્બરજસ્ત આપવાની રહેશે તેમાં એ રાગ તો મહા બલવાન ચઢે છે. જે ભલભલાને હંફાવનારે છે કારણ કે એ મીઠગ છે. રાગમાં જીવને ઘણી. મિઠાસ આવે છે પણ એ મીઠાસ અંતે ખતરનાક છે. મીઠા. પિશાબના દદ કરતા એ ખતરનાક છે હજી દાવાનળને કાબુમાં લઈ શકાય પણ વડવાનળને કાબુમાં લે એ ઘણું કઠીન વાત છે. દ્વેષ દાવાનળ સ્વરૂપ છે તે રાગ વડવા નળ સ્વરૂપ છે. વડવાનળ દરીયામાં ઉત્પન્ન થાય છે જે પાણીને પણ બાળી નાંખનારે છે જ્યારે દાવાનળ જંગલમાં લાગે છે, જે વર્ષાદથી કાબુમાં આવી જાય છે. જીવ કનક કામિનીમાં વધારે પડતે રાગ પિષે છે પણ રાગનાઅનર્થો વિચારીને વૈરાગ્ય પોષતે છે અમુક ભવે.

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462