________________
નરભવ નગર અને
જીવ વણઝારો
નરભવ નગર સોહામણું વણઝારા રે, પામીને કરજે વ્યાપાર, અદે મેરા નાયક રે; સત્તાવન સંવર તણી વણઝારારે, પિઠી ભરજે ઉદાર અહે શુભ પરિણામ વિચિત્રતા, વણઝારારે,
કારિયાણાં બહુ મૂલ, અહે મેરા નાયક રે... મેક્ષ નગર જાવા, ભણી વણઝારા રે, કરજે ચિત્ત અનુકૂળ, અહેમેરા નાયક રે....
સોહામણું એવું નરભવ રૂપી નગર છે. તે નગરમાં -મહાન પુણ્યના ઉદયે જીવરૂપી વણઝાર લાખ ચોરાશીમાં ભમતા ભમતા આવી પહોંચ્યું છે. કઈ જગ્યાએ આ જીવ રૂપી વણઝારાને વ્યાપાર જામ્યો નથી એટલે સદ્ગુરુ જીવ વણઝારાને હિત શિક્ષા રૂપે કહે છે કે વણઝારા આ મહાન પુણ્યના ઉદયે નરભવ નગરને પામીને તું વ્યાપાર એવો કરજે કે ભવભવની ખોટ અહિંના વ્યાપારમાં ટળી જાય અને ભવભવનું દળદર ફીટી જાય. નરભવ નગરમાં ફરી ફરીને પ્રવેશ અતિ દુર્લભ છે. હતભાગી જી ચૌમેર ચાર ગતિમાં ભટકતા હોય છે પણ આ નરભવ નગરમાં પ્રવેશ પામી શકતા નથી.