________________
અવધુ ખોલી નયન અબ જે
૪૧૫
પરમાદી તું હેય પિયારે, પરવશતા દુઃખ પાવે;
ગયા રાજ પુરસારથ સેંતી, ફિર પાછા ઘર આવે. અવધુ..
હે આત્મન તેં પ્રમાદને વશ થઈને અનેકાનેક દુઃખ અનુભવ્યા છે. એટલુ જ નહિ પણ પ્રમાદને વશ થઈને તે તારા હાથમાંથી સર્વસ્વ ગુમાવી દીધું છે. છતા પુરૂષાર્થને બળે ગએલું સામ્રાજ્ય ફરી પાછું મેળવી શકાય છે. પુરૂષાર્થ જિંદાબાદ છે તે પ્રમાદ મૂર્દાબાદ છે. પ્રમાદ એને જીવતાને જાગતા મનુષ્યનું કબ્રસ્થાન છે માટે છેડયા વિના કઈ સિદ્ધિ છે નહી. આત્મા પ્રમાદિ છે ત્યાં સુધી જ આત્મા પર કર્મ સત્તાનું જોર ચાલી શકે છે. આત્મા જે પ્રમાદને ત્યાગ. કરીને પુરૂષાથી બને તો કર્મસત્તા પણ એકવાર રાડ નાંખી જાય અને મેહરાજા પણ આત્માને સલામ ભરતે થઈ જાય.
સાંભળી વચન વિવેક મિત્તકા, છિનમેં નિજ બળ જોડયા,
ચિદાનંદ અસી રમત રમતા, મોહ તણું ગઢ તેડયા. અવધુ.....
વિવેક રૂપી મિત્રના આવા મહામૂલા વચને જ્યાં ચેતનજીએ સાંભળ્યા ત્યાં એજ ક્ષણે ક્ષપક શ્રેણીરૂપ નિજ બળને જેડ અને જ્યાં નિજ બળને જે ત્યાંતે જાણે રમતા-રમતાજ મેહને ગઢ તોડી નાંખે અર્થાત ઘણી આસાનીથી મેહના ગઢને તેડી નાંખે. જીવ સ્વમાં જાગે ત્યાં મેહ શું કે રાગ–ઠેષ શું કે પછી કામ ક્રોધાદિ શું