________________
કર્મ વિપાક
૩૮૫
ઢઢળતાં પણ એ ન જાગે ત્યારે એને મનમાં શંકા પડી કે, આ ઢઢળવા છતાં કેમ જાગતા નથી ? પણ કયાંથી જાગે? જંગલને પ્રદેશ હોવાથી સર્પદંશ થતા તેના પતિ ત્યાંને ત્યાં મૃત્યુ પામી ગયેલ હતું. ચિરનિદ્રામાં પોઢી ગયો હતો. પછી તે તેને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર મૃત્યુ પામી ગયા છે. એટલે રાજા અને પતિ બંનેથી ભ્રષ્ટ થઈને ભયભીત બનેલી એવી તે ત્યાંથી જંગલમાં નાસી છૂટે છે.
નાઠી વનમાં ચેરે લૂંટી ગણિકાને ઘેર વેચી; જાર પુરુષથી જારી રમતાં, - કર્મની વેલ મેં સીંચી, રાજ! શી. ૧૨”
જંગલમાં નાઠી પણ રસ્તામાં ચાર લોકોએ લૂંટી લીધી, લૂંટી એટલું જ નહિ પણ તે ચોરોએ કોઈ શહેરમાં ગણિકાને ત્યાં મેં માગ્યાં દામ મળતાં તેને વેચી નાંખી ! ગણિકાને ત્યાં બીજુ શું હોય ? અનાચારને અખાડો હોય. ત્યાં રહીને અનેક પરપુરુષની સાથે જારકર્મની ઘોર પાપપ્રવૃત્તિથી મેં કર્મરૂપી વિષવેલના મૂળને ખૂબ પિષણ આપ્યું હવે આગળ એક ઘટના એવી બને છે જે સાંભળતાં કેઈને પણ ભવનિવેદની પ્રાપ્તિ થયા વિના ન રહે.
માધવસુત કેશવ પિતૃ શેધે, ભમિ ગણિકાને ઘેર આવે; ધન દેખી જેમ દૂધ મારી, -
ગણિકાને મન ભાવે, રાજ! શી ૧૩” માધવ નામે દ્વિજ કે જે આ કામલતાને પતિ થાય. તે કથાના વિવેચનમાં હમણાં જ જ મહાકાળીના મંદિરમાં સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો. તેને પુત્ર કેશવ હવે પિતાના પિતાની શોધમાં નીકળે છે. આ કામલતા જે કેશવની માતા