________________
ધર્મ વિહીનતા
૪૦૩
એણે નયનથી સાધુ પુરૂષના દર્શન કર્યા નથી. શાસ્ત્રોએ સાધુપુરૂષનાં દર્શનનું પણ અપૂર્વ મહાસ્ય વર્ણવ્યું છે. - જેમકે મહાપુરૂષે ફરમાવે છે કે –
"साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधव : । તળે હતિ જાન, સાઃ સધુરમાનામઃ || ”
સાધુઓના દર્શનથી પણ મહાપુણ્ય થાય છે. સાધુઓને શાસ્ત્રમાં જંગમ તીર્થસ્વરૂપ કહ્યા છે. સ્થાવરતીર્થ તો અમુક કાળે ફળે પણ સાધુને સમાગમ તો તુરતમાં જ ફળદાયી નીવડે છે. ગીરાજ આનંદઘનજી ફરમાવે છે કે :
“દેવ અસુર ઈન્દ્રપદ ચાહુ ન, રાજ ન કાજ સમાજે રીતે સંગતિ સાધુ નિરંતર પાવું, આનંદઘન મહારાજ રી! સાધુસંગતિ બિનુ કૈસેં પચે, પરમ મહારસ ધામ રી”
અર્થાત્ દેવ, અસુર અને દેવના પતિ ઈન્દ્રપદને પણ હું ઈચ્છતું નથી, તેમ કોઈ રાજ્યનું પણ મને પ્રલોભન નથી. તેમ લક્ષમી, ઘરબાર, હાટ, હવેલી,સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતો નથી, પણ જેનાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવા સાધુની સંગતિનેજ ઇચ્છું છું. કહે, આ સાધુ સંગતિનું શ્રી આનંદઘનજીએ કેવુંક અપૂર્વ મહાસ્ય વર્ણવ્યું છે.
ખરેખર સંત સમાગમ એ તો પારસમણિ જ કહી શકાય. પારસમણિના સમાગમથી લેતું જેમ સુવર્ણ બની જાય છે તેમ સંત સમાગમથી આત્મા પણ અંતે પરમાત્મા. બની જાય છે. પણ આ સમાગમને લાભ કોઈ પુણ્યશાળી આત્માઓ જ લઈ શકે છે. ભાગ્યહીન આત્માઓ તે સંતપુરુષના દર્શનથી પણ વંચિત રહે છે, તે સમાગમની તે વાત જ કયાં રહી?