________________
૧૯S મૂળ મૂડી અને વ્યાજ
આ કાળમાં અઢીથી ત્રણ વર્ષના ગાળામાં જે મહાનગી પુરૂ થયા તેમાં પૂ. આનંદઘનજી પણ મહાન યોગી પુરૂષ થઈ ગયા. પૂ. આનંદઘનજી મહાન અધ્યાત્મ ચાગી. હતા અધ્યાત્મના વિષયમાં તેઓ ખૂબ ઉંડા ઉતરેલા હતા. તેમણે ચોવીશી રચી છે જેમાં ચોવીસ તીર્થકર ભગવંતના સ્તવને રચેલ છે. ચોવીશીમાં તેમણે અધ્યાત્મિક જ્ઞાનના જાણે રસ ઝરણાં વહેવડાવ્યા છે. તેમણે રચેલી ચોવીસીના સ્તવને. કંઠસ્થ કરી પરમાત્માની સામે ચૈત્યવંદન વિધિમાં બોલવામાં આવે તે અનેરા ભાવે પ્રગટે તેવા એ સ્તવને છે.
પૂ. આનંદ ઘનજીએ ચોવીસીની જેમ પદ બહરીની પણ રચના કરી છે તેમણે રચેલા પ્રત્યેક પદો આત્મજ્ઞાનના નિચોડ રૂપે છે. તેમણે ચેલા પદ સુમધુર કંઠે ગાવામાં આવે તે અનુપમ એવા આત્મિક આનંદનો સ્વાનુભવ થઈ શકે તેવું છે.
પદ બહોરીને પ૪ માં પદમાં તેઓશ્રી ફરમાવે છે કે.. મૂલડે થે ભાઈ વ્યાજડે ઘણે રે.
કેમ કરી દીધું રે જાય? તલપદ પૂંજી મેં આપી સઘલી રે,
તેહ વ્યાજ પૂરું નહિ થાય. મૂલડા...