Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 441
________________ ४०४ મનોવિજ્ઞાન શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ હવે પગનું ભક્ષણ કરૂં તે? ત્યાં મહાત્મા કહે છે કે, – “વા ન તીર્થ ” પગથી એ તીર્થયાત્રાએ ગયે નથી. તમે પણ આજે ક્યાં પગથી તીર્થયાત્રાએ જાવ છો. નહિં તો તમારે તે ઘર બેઠા ગંગા છે. શ્રી ગિરનારજી તથા શ્રી સિદ્ધગિરિજી વગેરે મહાન તીર્થો અહીંથી તે ખૂબ જ નજદીક છે અને એ મહાન તીર્થોની યાત્રા અંદગીમાં એકાદવાર પણ વિધિપૂર્વક છરી, પાળતા કરવી જોઈએ. ત્યારે આજે તો અહીંથી ગાડીમાં બેસીને સીધા પાલીતાણા સ્ટેશને પહોંચે અને પછી ત્યાંથી ઘોડાગાડીમાં બેસી ધર્મશાળાએ પહોંચે અને ત્યાંથી પણ ઘોડાગાડીમાં બેસી તળેટીએ જાય. કેમ એમને? (સભામાંથી મોટે ભાગે તે એમ જ છે) તે પછી સવારના રાઈ પ્રતિક્રમણમાં શું સમજીને બેલે છે કે – “એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ ! કેડિ સહસ ભવનાં કર્યાં, પાપ ખપે તત્કાળ” ! તેને શો અર્થ કરો છો? છેવટે ધર્મશાળાથી ગિરિરાજ સુધી તો તમારે પગે ચાલતાં જ જવું જોઈએ તો તેથી પણ તમારા આત્માને અપૂર્વ લાભ થાય. તે પછી તે શિયાળ પેટનું ભક્ષણ કરવા ઈચ્છે છે. મહાત્મા કહે છે કે અરે ! એ તે કરાય? “ન્યાયાર્નિવિપૂર્ણમુર” એણે એકલા અનીતિથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી પિટ ભર્યું છે માટે એનું પેટ તે અતિ અપવિત્ર છે.

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462