________________
૩૮૮
મનોવિજ્ઞાન
શા છે વીસા - પાપકારના
ખબર પડે કે તે બેમાંથી એક તો તેની નજર સામે જ છે. મહિયારી આગળ વધીને પુરોહિતને કહે છે કે –
દઢ મન રાખી વાત સુણી મેં, ગુહ્ય મેં લીધું જાણું - પુત્રને કહ્યું તમે દેશ સીધા,
મેં દુનિયા વિસારી, રાજ ! શી. ૧૬” દઢ મન રાખીને મેં કેશવના મુખેથી બધી શરૂથી આખર સુધીની વાત સાંભળી લીધી. ત્યારબાદ તેને મેં સાફ શબ્દોમાં કહી દીધું કે તમે હવે અહીંથી દેશાંતર તરફ સધાવી જાઓ. એટલે તે તેના રસ્તે પડી ગયો અને મેં ઘોર પાપકર્મને તીવ્ર પશ્ચાત્તાપને લીધે આખી દુનિયાને અંતરથી વીસારે પાડી દીધી. જગત આખું મારા માટે ઝેર સમાન થઈ ગયું. મને પાપકર્મ અંગેને મનમાં એટલે બધે સંતાપ થયે કે જાણે મારા શરીરના મેમમાંથી અંગારા વર્ષવા લાગ્યા. પુત્ર રસ્તે પડી ગયા બાદ મેં ગણિકાને તરત. જ આ મહાપાતકની શુદ્ધિ માટે સંભળાવી દીધું કે, હવે મને ફક્ત અગ્નિનું જ શરણ હો! સંસાર આખો હવે મારા માટે અશરણરૂપ છે.
“પુત્રને વળાવી કહ્યું ગણિકાને, હાહા ધિક મુજ તુજને મહાપાતકની શુદ્ધિ માટે,
અગ્નિનું શરણ છે મુજને, રાજ! શી. ૧૭” આગળ વધીને ગણિકાને મેં કહ્યું કે, આપણે બંનેને લાખ લાખ ધિક્કાર છે કે, આવા મહાભયંકર પાપકર્મનું મેં આચરણ કર્યું અને તું તેમાં નિમિત્ત બની છે, માટે આ મહાપાતકની શુદ્ધિ કાજે અગ્નિ સિવાય હવે મને બીજા કોઈનું શરણ નથી. પાપકર્મ અંગેને એને પશ્ચાત્તાપ થયે, એટલી આ જીવની ગ્યતા છે. હજી અજ્ઞાનદશા છે એટલે