________________
કમ વિપાક
૩૮૭
સાથે દરેક પ્રકારના સંબંધમાં આપણે આત્મા અનંતીવાર આવી ચૂક્યો છે. આ ભવમાં જેને તમે સ્ત્રી માની છે તે જન્મજન્માંતરમાં અનંતીવાર જનેતા પણ થઈ ચૂકી છે અને આ ભવની જે સગી જનેતા છે તે ભવોભવમાં અને તીવાર પત્ની થઈ ચૂકી છે માટે સંસારભાવનાની રીતે વિચારવામાં આવે તે આ સંસારમાં બધું અવ્યવસ્થિત છે. કશું વ્યવસ્થિત નથી. આ ભવને જે પુત્ર હોય તે ભવાંતરમાં પિતારૂપે પણ ઉત્પન્ન થાય છે. અરે! શત્રુરૂપે પણ ઉત્પન્ન થાય. આ મુજબ વિચારનારને સહેજે ભવનિર્વેદની પ્રાપ્તિ થાય. આખો ભવ વૈરાગ્યના કારણરૂપ છે, પણ જીવની કેઈ ભારે કમિતા છે કે તત્ત્વદૃષ્ટિને પામતો નથી. કેઈ વિરલા જરૂર પામે છે. કામલતાને કર્મરાજાએ એક ભવમાં પણ કેવા નાચ નચાવ્યા છે! “જારી રમતાં કાલ વીત્યે કાંઈ, એક દિન કીધી મેં હાંસી; કયાંના વારસી ક્યાં જવાના,
તવ તેણે કથની પ્રકાશી, રાજ! શી. ૧૫” પુત્રની સાથે જારી રમતાં કેટલેક કાળ વીતી ગયા બાદ મેં તેને એક દિવસે પૂછયું કે, તમે કયાંના રહેવાસી છે અને અહીંથી આગળ તમારે કયાં જવાનું છે? આમ મેં પૂછયું એટલે તેણે પોતાનો આખે વૃત્તાંત મને કહી સંભળાવ્યું. તેના મુખથી બધી હકીક્ત સાંભળીને હું તે આભી જ બની ગઈ. તેણે કહ્યું કે મારા પિતા, મારી માતાની
ધમાં નીકળ્યા હતા ને હું મારા પિતાની શેધમાં નીકળે છું પણ મારી માતાની શેાધમાં નીકળેલા મારા પિતા ફરી પાછા ઘેર આવ્યા નહિ અને હજી સુધી મને તેમને પો લાગ્યો નથી. હવે એ બંને ક્યાં હશે એ તે પ્રભુ જાણે. બાળપણમાં જ જેને પિતાની માતાને વિચાગ લે છે, એટલે જે બાળપણથી જ માતવિયેગી છે તેને ક્યાંથી