________________
કર્મ વિપાક
૩૮૯
પાપકર્મની શુદ્ધિના ઉપાયોનું એને જ્ઞાન નથી. એ જ્ઞાન આગળ જતાં સદ્ગુરુના સમાગમે થશે.
સરિતા કાંઠે ચેહ સળગાવી, અગ્નિપ્રવેશ મેં કીધે, કમેં નદીપુરમાં તણુણી, અગ્નિએ ભાગ લીધે. રાજ! શી. ૧૮”
અગ્નિપ્રવેશ અંગેનો મેં દઢ નિર્ધાર કરી લીધા, સરિતા કિનારે ચિતા પ્રગટાવવામાં આવી. મેં અગ્નિપ્રવેશ કર્યો પણ ખરે પરંતુ ત્યાં ઉપરના ભાગમાં થયેલા વરસાદને લીધે નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું અને મારા કર્મો હું એ નદીના ઘોડાપુરમાં તણાવા લાગી અગ્નિએ પણ મારો ભેગ ન લીધે.
“જલમાં તણાણી કાંઠે આવી, આહિરે જીવતી કાઢી; મુજ પાપિણને સંઘરી ન નદીએ,
આહિરે કરી ભરવાડી, રાજ! શી. ૧૯” જળના પ્રવાહમાં તણાતી તણાતી હું સરિતાના કાંઠે આવી. પુરોહિતજી! હું મારી કથની કયા શબ્દોમાં કહું? મારા જેવી ઘોર પાપિણીને સરિતાએ પણ સંઘરી નહિ. અગ્નિમાં પણ હું ન સમાણ અને સરિતામાં પણ ન સમાણી. અંતે એક ભરવાડે મને સરિતાના પ્રવાહમાંથી બહાર કાઢી અને તેણે મને ભરવાડી બનાવી તે પણ મારામાં મેહ પામી ગયે. હવે તે મારા શરીરના સૌંદર્યનાં પૂર પણ ઓસરી ગયાં હતાં, છતાં ભરવાડે મારામાં મેહ પામીને મને ભરવાડી બનાવી. જીવ શરીરની ચામડીમાં તરત મોહ પામે છે. શરીરનું અત્યંતર સ્વરૂપ વિચારે તે તેમાં કાંઈ મોહ પામવા જેવું નથી. પણ જીવ પાસે તેવી અંતરદષ્ટિ નથી. એટલે મોહ પામે છે. એકલી ઉપર ઉપરની ચામડીમાં મેહાય તે તો ચમાર કહેવાય.
આહિરે