________________
કર્મ વિપાક
૩૭૯ .
પહોંચી જાય છે. મહિયારીને પુરોહિત પૂછે છે કે દહીં-દૂધની મટકી ફૂટી જતાં નુકસાન તને વધુ થયું છે છતાં તું હસે છે અને પનિયારીને ઘણું ઓછું નુકસાન થયું છે છતાં તે રડે છે. પનિયારીના રૂદનની પાછળનું કારણ તે જાણે સમજી શકાય તેવું છે કે વખતે તેના સાસુ, સસરા તરફથી તેને ઠપકે મળે પણ તારા હાસ્યની પાછળનું રહસ્ય સમજી શકાતું નથી તો મને તે સમજવા અંગેની મનમાં ખૂબ જ ઈંતેજારી પેદા થઈ છે. મને તે આ તારુ હાસ્ય હાસ્યરૂપે નથી લાગતું પણ અટ્ટહાસ્યરૂપે લાગે છે. જુગ જુગના કેઈ ભયંકર બનાવો આની. પાછળ કામ કરી રહ્યા હોય એમ લાગે છે. ઘણી ઘણી વિતકે જેના માથે વીતી હેય તેના મુખ ઉપર જ આવું હાસ્ય નિમિત્ત મળતાં કયારેક ઉપસી આવે છે, માટે તારા હાસ્યની પાછળનું કારણ મારે તારા મુખેથી સાંભળવું છે.
પુરોહિતની ઈનતેજારી જાણીને પ્રત્યુત્તરમાં મહિયારણ, કહે છે કે, મારી કથની હું કયા શબ્દોમાં વર્ણવું? - હવેથી જે આ વર્ણન શરૂ થાય છે તેની ઉપર એક . આખી સઝાય રચાયેલી છે. એ સક્ઝાયમાં આખાયે પ્રસંગનું આબેહૂબ વર્ણન કરાયેલું છે. સઝાયની પહેલી જ ગાથામાં . મહિયારી પુહિતને કહે છે કે
“શી કહું કથની મારી રાજ! શી કહું કથની મારી,
મને કેમે કરી મહિયારી રાજ ! શી. ૧”” ‘પુરોહિતજી મારી કથની એવી છે કે, જેનું વર્ણન હું તમારી આગળ કયા શબ્દમાં કરું? વર્ણન ન થઈ શકે તેવી મારી કથની છે. છતાં તમારી પ્રબળ ઈન્તજારી જાણીને વર્ણન . કરું છું. મહિયારણ હવે વાતને આગળ લંબાવે છે અને કહે .