________________
કર્મ વિપાક
૩૭૫
પરથી ખરી પણ
તેને જ તક
તે આટલા ઉપરથી બરાબર સમજી શકાય છે, પરંતુ પરકૃત કર્મ બીજા કોઈમાં પણ સંક્રમતા નથી. અથવા વહેંચાતાં પણ નથી, માટે જે કર્મ બાંધે છે તેને જ તે કર્મ વેદવાં પડે છે. જે આમ ન હોય તે કર્મનો સિદ્ધાંતમાં મોટી ગડબડ ઊભી થઈ જાય અને દ્રવ્યની સ્વતંત્રતાનો લોપ થાય. માટે જે કત બને છે તેને જ ભોક્તા બનવું પડે છે.
આ તે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માના સામર્થ્યને ખ્યાલ આપવા પૂરતી વાત કરી છે. સંઘયણને કાળ આદિની અનુકૂળતા હોય તે જ શ્રેણી માંડી શકાય છે. તેવી સંઘયણ આદિની અનુકૂળતા આ કાળમાં નથી. માટે શ્રેણી આ કાળે મંડાતી નથી.
ક્ષપકશ્રેણીમાં કષાયમહનીય આદિ કર્મપ્રકૃતિઓની ક્ષપણા થાય છે. (મૂળમાંથી ક્ષય થાય છે, માટે તે શ્રેણીએ ચઢેલો જીવ પતનને પામતા નથી. જ્યારે ઉપશમશ્રેણીમાં તે ઉપશમ થાય છે. માટે અગિયારમા ગુણઠાણેથી જીવ નિયમા પતનને પામે છે કમ પ્રકૃતિઓનું ઉપશમન થયું હોય છે એટલે તે સત્તામાં તે રહેલી જ હોય છે. એટલે તેને ઉદય થતાં ઉપર ચડેલો જીવ નીચે પડે છે. એ અપેક્ષાએ કર્મ સત્તાની પણ કેટલી બલવત્તરતા છે ! પિતાના સ્વરૂપમાં અત્યંત જાગૃત આત્મા જ કર્મસત્તા સામે ટક્કર ઝીલી શકે છે. ભારેલો અગ્નિ જેમ કયારેક ભભૂકે તેમ ભારેલા અગ્નિ જેવા કષા પણ ફરી પાછા એવા ભભૂકે કે ઉપર ચડેલા આત્માને પણ નીચે ગબડાવી મૂકે છે. દેશોને શરૂઆતથી જ ડામી દેવા પણ આગળ
ન વધવા દેવા અગિયારમાં ઉપશાંતમૂહ ગુણસ્થાનકે કષાય મોહનીય વગેરે કર્મ પ્રવૃતિઓને ઉપશમાવેલી હોવાથી ભારેલા અગ્નિ