________________
૩૭૪
મનોવિજ્ઞાન
પ્રારંભી ઉપર ચઢી કેવળજ્ઞાનને પામે છે. એક જ વાર ઉપશમણી કરી હોય તેવા જ ફરી બીજીવાર ક્ષપકશ્રેણી આરંભી શકે છે. આખા સંસારના પરિભ્રમણના કાળમાં ઉપશમશ્રણ ચાર વાર મંડાય છે અને એક જીવને એક ભવમાં થાય તો બે વાર ઉપશમણી થાય છે. એક ભવમાં બે વાર ઉપશમણું માંડનાર ક્ષપકશ્રેણી ન માંડી શકે,
જ્યારે ક્ષપકશ્રેણી તે એક ભવમાં એક જ વાર મંડાય છે. પૂર્વ આયુષ્યને બંધ પડી ગયેલ હોય તેવો જીવ દર્શન સપ્તકનો ક્ષય કરીને અટકી જાય છે. તેને “ખંડક્ષપકશ્રેણી કહેવામાં આવે છે. તેવા જીને ભવાંતરમાં બાકીની ચારિત્રમેહનીયકર્મની ક્ષપણા કરવા માટે ફરી બીજી વાર ક્ષેપક. શ્રેણ માંડવી પડે છે, બાકી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલ જીવ જે પૂર્વ આયુષ્યનો બંધ ન પડેલ હોય તો નિયમ તે ભવે જ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે.
ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા જીવનું સામર્થ્ય કે અદ્દભુત હોય છે. તે આત્માને ધ્યાનરૂપી અગ્નિ અત્યંત જાજવલ્યમાન હોય છે. તેમાં કર્મરૂપી કાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ભગવાન ઉમાસ્વાતિ “શ્રીપ્રશમરતિ” શાસ્ત્રમાં ફરમાવે છે કે –
"क्षपकश्रेणिमुप परिगतः स समर्थसर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ।।"
ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માનો યાના એટલો બધે પ્રદીપ્ત હોય છે કે, તેમાં અન્ય જીવ કૃત કર્મને સંક્રમ થતું હોય તે સર્વ જીન કમ ખપાવવાને તે એકલે સમર્થ છે. આત્માનું સામર્થ્યાગનું બળ કેટલું છે