________________
૩૭૨
મને વિજ્ઞાન
ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આગળ વધીને પૂ૦ ઉપાધ્યાયજી “જ્ઞાનસારમાં ફરમાવે છે કે
કાઢઃ પ્રરામજી કૃતસ્ટિને sv ૨ / भ्राम्यन्तेऽनन्तसंसारमहा ! दुष्टेन कर्मणा ।। ઉપશમશ્રેણી ઉપર ચઢેલા યાવત્ અગિયારમા ગુણ સ્થાનકે પહોંચેલા મહાપુરૂષને પણ દુષ્ટ એવાં કર્મો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. પ્રમાદને આધીન બનેલા ચૌદ પૂર્વધને અનંતકાળ ભવમાં ભમવું પડે છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેવું છે કે કર્મના વિપાક ભલાભલાને ભોગવવા પડે છે. કહેવતમાં જેમ કહેવાય છે કે કર્મને કેઈની શરમ નથી, એ કહેવત અહીં બરાબર લાગુ પડે છે.
શ્રેણીના બે પ્રકાર છે, ઉપશમણું અને ક્ષપકશ્રેણી. આઠમા ગુણસ્થાનકેથી જવ શ્રેણી ઉપર આરૂઢ થાય છે. તેમાં ઉપશમણીએ ચઢેલે આત્મા મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવતે જાય છે, જ્યારે ક્ષપકશેણીએ ચઢેલે આત્મા ખપાવતો જાય છે. આત્માના અધ્યવસાયની ઉત્તરેત્તર થતી વિશુદ્ધિ તેને જ “શ્રેણી” કહેવામાં આવે છે. શ્રેણી ઉપર આરૂઢ થવામાં જીવન વિશુદ્ધ અધ્યવસાયો એ જ મુખ્ય કારણરૂપ છે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથી તેવા શુભ અધ્યવસાયે જીવમાં પ્રગટ થાય છે. ઉપશમ શ્રેણી કરતા ક્ષપકશ્રેણીમાં વિશુદ્ધિનું પ્રમાણ ઘણું અધિક હોય છે.
ક્ષપકશ્રેણીએ ચઢેલે આત્મા આઠમા ગુણસ્થાનકેથી નવમે ગુણસ્થાનકે આવે છે અને નવમેથી દશમા સૂફમસં૫રાય ગુણસ્થાનકે આવે છે. તેમજ દશમા ગુણસ્થાનથી સૂક્ષ્મ