________________
ગિરિરાજનાં આઠ શિખરો
૨૨૭ કર્યું. તે દેશની ફેશન આજે આપણા દેશમાં આવી. તે દેશની છૂટછાટ પણ આપણા દેશમાં આવી. જ્યારે આપણા દેશની રહેણીકરણીથી તે દેશના લેકે જરાએ પ્રભાવિત બનતા નથી. આપણી સંસ્કૃતિ મુજબ જે આપણે જ વર્તતા નથી તો બીજા ઉપર તેને પ્રભાવ કયાંથી પડવાને છે. અહિંસા સત્ય અને તપ ત્યાગની ભાવના ઉપર રચાયેલી આપણી સંસ્કૃતિ છે. જેમાં ધર્મ અને મોક્ષ પુરૂષાર્થની પ્રધાનતા છે. જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનું મંડાણ ભૌતિકવાદના પાયા ઉપર છે. એ લોકો અર્થ અને કામ પુરૂષાર્થને પ્રધાનતા આપનારા છે. કયાં અધ્યાત્મવાદ અને કયાં ભૌતિકવાદ? અધ્યાત્મવાદ માનવીની દૃષ્ટિને અંતરમાં વાળે છે જ્યારે ભૌતિકવાદ દષ્ટિને કેવળ આ લોકના બાહ્ય સુખ પ્રતિ વાળે છે.
સંસ્કારની જનેતા તે સંસ્કૃતિ આજે પશ્ચિમના લોકેની દૃષ્ટિ આપણા આર્યદેશના અધ્યાત્મવાદ તરફ વળી રહી છે. ઈંગલેન્ડ અને અમેરિકામાં કેટલાક લોકો શાકાહારી બનતા જાય છે. અધ્યાત્મ એ જ માનવી માટે અંતિમ ગતિ છે. એ વિના માનવી ભલે કરડે રૂપિયા ઉપાર્જન કરી લે પણ હદયની શાંતિ તેને મળવાની નથી. એટલે પશ્ચિમના કેટલાક લેકે આપણા અધ્યાત્મવાદ તરફ આકર્ષાયા છે. એટલું જ નહીં, કેટલાક ઈશ્વરપ્રતિ પણ શ્રદ્ધાળુ બન્યા છે. જ્યારે આ દેશમાં જન્મેલાં આજે ઈશ્વરને ભૂલતા જાય છે. અને સંસ્કૃતિને ભવ્ય વારસો પોતાની પાસે હોવા છતાં પશ્ચિમના ભૌતિકવાદ તરફનું આકર્ષણ વધતું જાય છે. સાચી વસ્તુ પિતાની પાસે હોવા છતાં માનવીને બેટી વસ્તુ તરફનું આકર્ષણ વધતુ જાય છે. એ પણ એક પ્રકારની ભયંકર કમનશીબી છે? આપણી સંસ્કૃતિમાં કઈ