________________
નિજઘર ને પરઘર
૩૫૫
છે, માટે બારણું ન મૂકાવ્યાં હતા તે તું કાયમને માટે આમાં રહી શકત.” - આ વાત સાંભળતાં જ શેઠ ચેકી ઊઠે છે, અને વિચાર કરે છે કે, મહાત્માની વાત સાચી છે, કારણ કે આ બાર, પણામાંથી જ મને એક દિવસ મુશ્કેટાટ બાંધી આડા પગે મારા જ સગા દીકરાએ મને મારા જ મહેલમાંથી કાઢવાના છે. છેવટે મહાત્મા કહે છે કે, “ભલા માણસ, તારે આ મહેલમાં બે દિવસ રહેવું છે કે આમાં આટલો બધો મેહ શા માટે કરે છે? વખતે મેહમાં ને મેહમાં મર્યો તે આ જ મહેલમાં ભૂત થવું પડશે, મહાત્માની આ વાત સાંભળતાં જે શેઠના નયન ઊઘડી જાય છે. શેઠની આંખ તો ઊઘડી ગઈ. હવે, તમારી આંખ પણ મીંચાયેલી નહિ રહેને? હવેથી પરવસ્તુઓમાં પોતાપણાની બુદ્ધિ નહીં કરેને? કબીરજીએ કહ્યું છે તેમ,
'इस तनधनकी कोन बढाई देखत नयनोमें मिट्टी मिलाई । अपने खातर महल बनाया, आप ही जाकर जंगल सोया ॥ केश जले ज्यु घासकी पुळिया, हाड जले ज्यु काष्ठकी मूळिया । कहत कबीरा सुन हो मुनिया, आप मूए पीछे डूब गई दुनिया।।
આવું સાંભળ્યા પછી પણ પરવસ્તુઓમાં પિતાપણાની બુદ્ધિ થાય તો નસીબ તમારાં.
બાકી આટલું સમજાયા પછી તે સ્વમાં જ સ્વપણાની બુદ્ધિ કરવી જોઈએ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે
“ગુલામખ્યમેવાડું શુદ્ધજ્ઞાનં મુળ મમ” |