________________
૩૫૬
મનોવિજ્ઞાન
સ્વ એટલે શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું છું અને શુદ્ધ જ્ઞાન તે મારું સ્વરૂપ છે, એ સિવાયનું બીજું મારું કાંઈ પણ છે નહિ અને હું પણ કેઈને નથી. આટલું અંતરથી સમ જાઈ જાય તે? મેહ મહીપતિના માથે તે વજ પડ્યા જેવું જ થાયને! પણ સમજાય તેને? વચમાં મોટે “તે પડ્યો છે ને?
અંતરમાં રમણતા એજ અંતરામદશા
બહિરાત્મદશામાંથી મુક્ત થઈને અંતરાત્મદશામાં ગયા પછીની આ સમજણ છે. અંતરાત્મદશામાં આત્મજ્ઞાન હોય. છે. એને પછી બાહ્ય શરીર વગેરેની પ્રવૃત્તિમાં રસ રહેતે. નથી. મહાત્માઓએ ફરમાવ્યું છે કે –
આત્મજ્ઞાને મગન જે, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાળ કરી લેખવે, મિલે ન ત્યાં મનમેળ.”
આત્મજ્ઞાન જેને થાય છે તેને બહારના ભાવે સ્વપ્નવત ઈન્દ્રજાળ જેવા મિથ્યા ભાસે છે. કેઈ પણ પર પદાર્થ સાથે એના મનને મેળ ખાતે નથી. ફક્ત આત્મામાં જ એનું મન લીન બની જાય છે. બાકી બધા ભાવમાં એને ઉદાસીનતા આવી જાય છે. પછી એને સંસાર ધાવમાતા જ રહે છે, એ મનથી સંસારમાં રહેતો નથી પણ તનથી એને ન છૂટકે રહેવું પડયું હોય છે. એ ચિત્તમાં તે મેક્ષને જ ઝંખ્યા. કરતા હોય છે. આ રીતની અંતરાત્મદશા એ પરંપરાએ પરમાત્મદશામા સાધક બને છે. અંતરાત્મદશામાં ગયેલાને અંતરમાં જ સુખ ભાસે છે, એ અંતરમાં જ રમણતા કરે છે, અને પરમજ્યોતિનાં દર્શન પણ એ અંતરમાં જ કરે છે. આમ કરતાં કરતાં અંતે એ પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.
કાયા વગેરેમાં આત્મબુદ્ધિએ રહેવું એ બહિરાત્મદશા છે અને કાયા વગેરેમાં સાક્ષી ભાવે ઉદાસીનપૂણે રહેવું એ અંત. રાત્મદશા છે અને નિજ સ્વરૂપમાં સમાઈ રહેવું એ પરમાત્મ