________________
૩૬૪
મનોવિજ્ઞાન
પદ્રવ્યની ઈચ્છા એ જ અનંત દુઃખનું મૂળ છે. ઇચ્છાઓને અંત આવે તો દુઃખને પણ આજે અંત આવી જાય. એક સંતોષવૃત્તિથી જ ઈચ્છાઓને નિરોધ કરી શકાય છે. સંતે પીને ઘેર પાપ આચરવાં પડતાં નથી. લોભ એ પાપનું મૂળ છે તે સંતોષ એ ધર્મનું મૂળ છે.
ચૌય કર્મ અંગેની જે વિસ્તારથી વ્યાખ્યા સમજાવવામાં - આવી તે બરોબર લક્ષમાં લેજે.
પાયાના વતે નપુંસકપણું, તિર્યચપણું, દુર્ભાગ્યપણું વગેરે અબ્રહ્મચર્ચનાં ફળે છે. પરદારામાં આસકત રહેનારા મનુષ્ય પણ ભવોભવમાં કટુક ફળને અનુભવે છે એમ સમજીને મનુષ્યોએ પરસ્ત્રીને ત્યાગ કરવાપૂર્વક સ્વદારા સંતોષી બનવું જોઈએ. અનંત દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ, મહારંભ એ બધા મૂચ્છરૂપપરિગ્રહનાં કટક ફળે છે. પરિગ્રહને સર્વથાત્યાગ ન થાય તે મનુષ્યએ છેવટે પરિમાણ તે જરૂર કરવું જોઈએ. પરિગ્રહના પરિમાણથી ઘણાં પાપ રોકાઈ જાય છે અને જીવન નમાં અનુપમ શાંતિ અનુભવી શકાય છે. સ્વદારા સંતોષવ્રત અને પરિગ્રહ પરિમાણ એ બંને મૂળ પાયાના વ્રત છે. તેથી સ્વદાર સંતોષ અને પરિગ્રહ પરિમાણના પાલન વિના જીવનમાં ધર્મસિદ્ધિ સંભવતી નથી. કુપથ્ય કરનારને જેમ દવા પ્રતિકૂળ પડે તેમ પરિગ્રહની અધિક તૃણાવાળાને તપ–જપ આદિ પણ પ્રતિકૂળ નીવડે છે. પરિગ્રહની તીવ્ર મૂર્છાવાળા જીવનમાં ન આચરવાનાં પાપ આચરતા હોય છે, પછી તપ, જપ આદિ કયાંથી સફળ નીવડે? પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે –