________________
કર્મવિપાક
अ६७
-તો સામાન્ય એવા ઉદયકાળમાં પણ હિંમત હારી જઈએ છીએ. આપણે પોતે જ બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે અને આપણે ભેગવવાં પડે છે, એટલી સમજણ જે જીવમાં આવી જાય તો ગમે તેવા શુભાશુભને ઉદયકાળમાં સમાધિ ટકી રહે અને જીવ ગમે તેવા અભુભના ઉદયમાં પણ મહાન નિજર સાધી શકે. અશુભના ઉદયકાળમાં જો સમતાભાવ ટકી રહે તે શુભના ઉદયકાળમાં જે નિર્જરા ન સાધી શકાય તે અશુભના ઉદયકાળમાં સાધી શકાય છે. શુદયના કાળમાં નમ્રતા ટકી રહે અને શુભેદયના કાળમાં સમતા ટકી રહે તેને બેડો પાર છે.
“કર્મગ્રંથ” ભણી જવા ઘણા સહેલા છે પણ જીવનમાં તેને સાર પામી જ એ સહેલું નથી. ગમે તેવાં અશુભના ઉદયકાળમાં કોઈને પણ દોષ ન દેતા ઉદયમાં આવેલા કર્મો સમતાભાવે ભેગવી લેવાં એ જ આખા કર્મગ્રંથને સાર છે.
જ્ઞાનીને જ ખરી નિર્જ રા કર્મસત્તા આગળ બધા માટે ન્યાય સરખે છે. બંધકાળમાં જે જીવ ચેતી જાય તો કર્મ સત્તાના કોઈ કાનૂન તેને લાગુ પડતા નથી. બાકી ઉદયકાળમાં હાયવોય કરવાથી તે બમણી સજા ભોગવવી પડે છે. તેમાં ઉદયમાં આવેલાં કર્મો ભેગવવાની સાથે હાયવોય એને આર્તધ્યાન કરવાથી ઊલટાં અનેક ગણાં નવાં કર્મ બંધાઈ જાય છે. અજ્ઞાની કમ ખપાવે તેની કંઈ કિંમત નથી. જ્ઞાની જ ખરી નિર્જરા સાધે છે. કર્મને વિપાક જોગવાઈ જાય એટલે તે કર્મની નિર્જરા થાય છે, પરંતુ તેમાં જ્ઞાનીને સકામ નિજેરા થાય છે. જ્યારે અજ્ઞાનીને અકામનિજરા થાય છે. અકામનિર્જરામાં બંધનું પ્રમાણ અધિક હોય છે. સકામનિર્જરામાં