________________
મનોવિજ્ઞાન
નિર્જરા અધિક હોય છે. અજ્ઞાનીના પરિણામમાં કલુષિતતા હોવાથી અજ્ઞાનીને જે કર્મ ક્ષય થાય તેને મંડૂકચૂર્ણની ઉપમા અપાય છે. અબ્ધ વગેરેનાં પગ નીચે ચગદાઈ જતા દેડકાના શરીરના જે ચૂરેચૂરા થઈ જાય તેને “મંડૂકચૂર્ણ કહેવામાં આવે છે. તે ચૂર્ણ ઉપર વરસાદ પડે એટલે તેમાંથી બીજ અનેક નવાં દેડકાં ઉત્પન્ન થાય, તેમ અજ્ઞાની મિથ્યાદષ્ટિ જે નિર્જરા સાથે તેના કરતાં અનેકગણાં નવાં બાંધે, જ્યારે જ્ઞાનીને જે કર્મક્ષય થાય તે મંડૂકભમ જેવું થાય છે. મૃત્યુ પામેલા દેડકાનું શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય પછી તેમાંથી નવાં દેડકાં ઉત્પન્ન ન થાય, તેમ જ્ઞાની સમ્યક્દષ્ટિ આત્મા સમ્યકજ્ઞાનરૂપી અગ્નિમાં જન્મે જન્મનાં સંચિત કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે જ્ઞાનીને નવા કર્મો બંધાતાં નથી અને બંધ પડે તે અલ્પ બંધ પડે છે, જે બંધને પરંપરાએ મૂળમાંથી ક્ષય. થાય છે. અહીં કર્મક્ષયના સ્વરૂપને સ્પષ્ટ સમજાવવા માટે ફક્ત દેડકાની ભસ્મ ને ચૂર્ણને દૃષ્ટાંતે ઘટના કરી છે. બાકી દેડકાનો વધ કરવા અંગેની કોઈ વાત નથી. કર્મ વિપાક જોગવતા જ્ઞાનને કેવી નિર્જરા હોય છે તે વિસ્તારથી, કહી ગયા.
ઉદયકાળમાં દ્રવ્ય ક્ષેત્રાદિ પણ કારણરૂપ
જીવ જે કર્મ વિપાક ભેગવે છે તેમાં મુખ્ય કારણ તે તે કર્મોને ઉદયકાળ હોય છે. દરેક કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે ફળવિપાક આપે છે. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મ તેના ઉદયકાળમાં જ્ઞાનને આવરે છે, તે દશનાવરણીય કર્મ તેના ઉદયકાળમાં દર્શનને આવરે છે, કર્મ તેના ઉદય