________________
મનેાવિજ્ઞાન
૩૬૨
સ્થિતિમાં રહેવાને હું તૈયાર છુ. કહેા તેા ઉભો રહું, કહે તે બેસી જાઉં. મારા શરીરની ચામડી ઉતારતાં તમારા હાથને તકલીફ ન પડવી જોઈએ. પછી તે રાજાના સેવકો ચડૂમડ દેતા ચામડી ઉતારે છે અને મુનિ સમતારસમાં ઝીલે છે. અંતે અંતગડ કેવલી થઈને મુનિ મેક્ષપદને પામી જાય છે. ઉદયકાળને તેમણે એવી રીતે ભોગવી લીધા કે સદાકાળ માટે કર્માંના બંધનમાંથી છૂટી ગયા. એક કટુ વચન પણ આપણાથી સહન થતું નથી, જ્યારે મહાપુરૂષોએ આવા ઘેર ઉપસર્ગે પણ સમતાવે સહન કર્યાં છે. કર્માંના વિપાક આવા ચરમશરીરી પુરુષોને પણ ભોગવવા પડયા છે. પાપકર્મ નજીવુ હાય પણ તે જો તીવરસથી આચરવામાં આવે તે વિપાક અતિદ્વારૂણ બને છે. ખધક મુનિના પૂર્વભવના વૃત્તાંત ઉપરથી આ ઘટના ઘણી સ્પષ્ટ થઇ જાય છે.
પેટ એ પાપનું મૂળ નહિ પણ લાભ એ પાપનું મૂળ
પાપ જ આચરવા યેાગ્ય નથી, છતાં આચરાઈ જાય તે તેમાં રસ પેખાવા ન જોઈએ. એક તા કડવી તુ ંબડીનુ શાક હાય, તેને વળી સેમલને વઘાર આપવામાં આવે પછી. બાકી શું રહે ?
હિંસાના વિપાકની જેમ મૂંગાપણ, મુખરેાગિતા (માંમાં થતા રાગેા ), ન સમજાય તેવી રીતે બેલવાપણું એ બધા અસત્ય પાપકર્મ નાં ફળેા છે. આવાં દુઃખદાયક ફળ ન ભોગવવાં હાય તે અસત્ય ભાષણ કરવું ન જોઈએ. વસુરાજા અસત્યના પાપથી નરકાધિકારી થયા છે. વાતવાતમાં મિથ્યાભાષણ કરનારા ભવાભવમાં નરક, નિગેાદના દુઃખને પામે છે. અસત્ય