________________
१०
મનોવિજ્ઞાન
બંધાય છે. બાંધેલા કર્મ ઉદયકાળમાં જીવને ભેગવવાં વડે છે. બાંધેલું કર્મ નિકાચિત હોય તો વચમાં ભલે કેટકેટી સાગરેપમને કાળ પસાર થઈ જાય છતાં તે કર્મને ક્ષય થતું નથી અને જીવને તે કર્મ અવશ્ય ભોગવવું પડે છે. ભગવાન મહાવીર પરમાત્માના જીવે મરીચિના ત્રીજા ભવમાં નીચ ગોત્રકમ બાંધેલું, જે સત્તાવીસમા ભવે ઉદયમાં આવ્યું. વચમાં કેટલાયે કાળ પસાર થઈ ગયા છતાં તે કમ સત્તામાં રહી ગયું અને સત્તાવીસમાં ભવે પિતાને પ્રભાવ બતાવ્યો.
જગતમાં ઘણી ઘણી વસ્તુઓ એવી છે કે, જેને અમુક સમયે સડે લાગી જાય છે. વૃક્ષના મૂળને કાળે કરીને સડો લાગી જાય છે. શરીરને પણ કેન્સર લાગુ પડે એટલે અંદરથી સડતું જાય છે. મકાનને પણ લૂણો લાગે છે. એક કર્મની જડ એવી છે કે જે સડતી જ નથી. હજારે અને કરડે વર્ષ વીતી જાય છતાં કમની જડ આત્માના પ્રદેશમાં રહી જાય છે. ઉગ્ર એવા તપ-સંયમના બળે જ એ જડને ઉખેડી શકાય છે.
દૃષ્ટાંત હિંસા, અસત્ય, ચૌર્યકર્મ વગેરે દરેક પાપકર્મોના વિપાક જ્ઞાનીઓએ વર્ણવેલા છે. પાંગળાપણું, કેઢિયાપણું, અલ્પાયુષ્ય, આ બધા હિંસાના દારુણ વિપાકે છે. હિંસારૂપી પાપકમને આચરનારા જ પાપકર્મના ફળરૂપે આવા મહાભયંકર દારુણ વિપાકને પામે છે. આવા વિપાકથી બચવું હોય તો વગર પ્રજને સ્થાવર જેની પણ હિંસા નહિ આચરવી જોઈએ. અંધકમુનિના જીવે પૂર્વભવમાં કેઠિંબડાની છાલ ઉતારતાં સાવધાની ન રાખી અને તેમાં રસનું પિષણ કર્યું. વારંવાર છાલ ઊંચી કરીને ઘરના પિતાના સંબંધી