________________
કર્મવિપાક
કર્મ એ શબ્દથી આર્યાવર્તના દરેક મનુષ્ય સુપરિચિત છે. મારે તો તમને તેના વિપાક સમજાવવા છે. સામાન્ય રીતે શુભાશુભ કર્મોનું જે ફળ તેને વિપાક કહેવામાં આવે છે. મિથ્યાત્વ આદિ હેતુઓના સેવનથી જીવ વડે જે કરવામાં આવે તેને કર્મ કહેવામાં આવે છે. તે તે કર્મોને ઉદયકાળ જાગતાં જીવને જે સુખદુઃખ આદિ ભેગવવાં પડે તેને કર્મવિપાક કહેવામાં આવે છે. જીવની અજ્ઞાનદશાને લીધે કર્મ બંધાતા તે બંધાઈ જાય, પણ તેના વિપાક અતિદારૂણ હોય છે. તેમાં એટલું ખરું કે શુભનો વિપાક શુભ હોય છે, અશુભને વિપાક અશુભ હોય છે. વિપાક સાંભળીને કેઈ પણ જીવ પાપકર્મોથી વિરામને પામે એ જ આપણે મુખ્ય ઉદ્દેશ છે. “વિપાકસૂત્ર'માં સુખવિપાક અને દુઃખવિપાક બંનેનું વર્ણન આવે છે. સુખવિપાકમાં સુબાહુકુમાર વગેરેનાં ચરિત્રે આવે છે અને દુઃખવિપાકમાં મૃગા લેઢિયા વગેરેનાં ચરિત્રો આવે છે. બંને પ્રકારે વિપાક ભેગવવાના હેય છે. એકકર્મની જડ એવી કે જેને સડે લાગતું નથી
કર્મોના બંધકાળમાં જીવ સ્વતંત્ર હોય છે અને ઉદયકાળમાં પરતંત્ર હોય છે. જીવ ન બાંધે તે કર્મ પરાણે બંધાતા નથી. જીવ રાગદ્વેષની પરિણતિવાળે થાય ત્યારે કર્મ