________________
નિજઘર ને પરઘર
૩૪૯
જાય છે. શરીરને શિયાળામાં સાલમપાક ખવરાવે છતાં એ પિતાને સડન-પડનને સ્વભાવ તો કઈ કાળે નહીં મૂકે. શરીરમાં દુર્ગધ છે તે સુગંધ કઈ કાળે નહીં આવે, પછી બાલમાં તેલ નાખે કે શરીરે પણ ચોપડો તે ગયા વગર ન જ રહે. એટલે એ સિદ્ધાંત નકકી થયે કે, ઘરનું હોય એ જાય નહીં અને પરઘરનું હોય તે રહે નહિ.
માટે જેટલું પરઘરનું છે તે ઉપરનું મમત્વ સાવ ખોટું છે. માલિકીની વસ્તુઓ પર મમત્વ હોય છે તે ક્ષેતવ્ય ગણાય પણ ઉછીની વસ્તુઓ પરનું અત્યંત મમત્વ અંતે મારનારું છે આત્માને જ્ઞાનાદિ શુદ્ધ સ્વભાવ એ આત્માના ઘરને છે. એ એક વાર જે પ્રગટી જાય તે એ પ્રગટયા પછી કેઈ કાળે પાછા ન અવરાય. આત્મામાં રાગ-દ્વેષ આદિ જે દેખાય છે તે બધા દરિયાની રેલ જેવા છે. કર્મસંગના નિમિત્તે આત્મામાં જન્મતા વિકારી ભાવે છે, તે કર્મસંગ હઠતાં જ દૂર થઈ જાય છે ને આત્મા આત્માના શુદ્ધ સ્વભાવમાં રહી જાય છે. પાણી અને સાબુને પ્રવેગ થતાં જ વસ્ત્રમાંથી મેલ નીકળી જાય છે ને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં રહી જાય છે. મેલ એ ઘરની વસ્તુ નહોતી તેથી નીકળી ગઈ, તેમ આત્મામાં જે રાગદ્વેષ આદિ છે તે આત્માને ઘરના નથી. કર્મના ઘરના છે માટે જ નીકળી જાય છે. ટૂંકમાં સ્વભાવ જ ઘરને હોય છે, વિભાવ નહિ.
છતાં આપણે આત્મા પરવસ્તુઓ ઉપર મમત્વ કરી વિભાવ જ વધારે જાય છે, પણ પરવસ્તુઓ પરનું મમત્વ અંતે આત્માને જ ભારે પડવાનું છે. બીજાના બંગલા જોઈ તેમાં ગમે તેટલું મમત્વ કરે પણ તેમાં મહાલવા ન જ મળેને? તે તેને પર માને છેને? તેમ જે બાગબગીચા કે બંગલાને તમે પિતાના માન્યા છે તેને પણ પર જ માનવા જેવા છે.