________________
૩પર
મનોવિજ્ઞાન
અસ્થિર અને અંતવાળા પદાર્થોમાં અનંત સુખ
કયાંથી હોય ? મહાન પુરુષે તે ફરમાવે છે કે, સ્વ તે સ્વ છે અને પર તે પર છે અને સ્વ પર જે ભેદ જાણે તે જ ખરે તત્ત્વજ્ઞ છે. દુન્યવી પરપદાર્થો ગમે તેટલા હોય તો પણ તેમાંથી શાંતિ મળે નહિ. દુન્યવી પદાર્થો ગમે તેટલા મળે તે ચે હજુ પણ મળે તો સારું એ ઈચ્છા તો મનમાં રહ્યા જ કરે છે. કારણ કે આત્મામાં અનંત આત્મિક સમૃદ્ધિ ભરી પડી છે. આત્મામાં સુખ પણ અનંતુ ભર્યું છે તેમ જ્ઞાન, દર્શન, વીર્ય પણ અનંતુ ભર્યું છે. અનંત ગુણસમૃદ્ધિ આત્મદ્રશ્યમાં ભરી પડી છે એટલે એના પિતામાં અનંત હોવાથી એને બહારમાં
ડામાં શાંતિ વળતી નથી, એને બહારમાં પણ અનંત જોઈએ છે. એના પિતામાં જેમ અનંત સુખ છે તેમ બહારમાં પણ એને અનંત સુખ જોઈએ છે. પણ આત્માએ એટલું જ્ઞાન કરી લેવું જોઈએ કે બહારના પદાર્થો જ જયાં અસ્થિર અને અંતવાળા છે ત્યાં એમાં અનંત સુખ કયાંથી હોય? અનંત જ્ઞાન, અનંતદર્શન અનંત અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય જો જોઈએ તે આત્માએ આત્મામાં એટલે. કે સ્વમાં જ સ્થિર થવું જોઈએ. પરમાત્મદશા ને સાધક રૂપ અંતરાત્મદશા
બહિર્દષ્ટિ છે ત્યાં સુધી અંતરમાં રહેલ અનંત સુખ નહિ મળે. અંતરાત્મા જ અંતરનું સુખ પામી શકે. બાહ્ય દૃષ્ટિવાળા આત્માઓ–બહિરાત્માઓ હમેશાં પુગલમાં જ રત. રહેનારા હોય છે, એ પિતાના સુખને આધાર બાહ્ય સંયેગે. ઉપર રાખે છે. માટે એ એમ માને છે કે એ મારા છે ને હું એને છું. કાયા, કુટુંબ, કંચન, કામિની એ બધા તમને તમારૉ પિતાના લાગે છેને? તે તમે તમારે જ વિચાર કરેને કેતમે કયી