________________
નિજઘર ને પરઘર
૩૫૧
કરી જ નહિ
જુએ છે? જેની તરફ જોવાનું છે એના તરફ કેમ જોતા નથી? જ્ઞાની કહે છે કે, પરનું જોવામાં તો અંધ બનવાનું છે ને બોલવામાં મૂક બનવાનું છે. છતાં વીસે કલાક બીજાની વિકથા કર્યા જ કરે છે ને ધર્મકથામાં તો તમારો સમય ભાગ્યે જ જતો હશે. બોલવામાં વિકથા ને સાંભળવામાં વિકથા જ છેને ! આજે ઘણાએ સાંજ પડે ફરવા જતા હોય તેમાંયે બીજાનો ભાંગરો વાયા કરે. નવરા થઈને રે કે ચકલે જ્યાં બેઠા હોય ત્યાં બીજાના પાનિયાં ઉખેળ્યા કરે. આ રીતને મેનિયા આજે ભલભલાને લાગુ પડે છે. ખરેખર, જીવ અનાદિથી પરપ્રવૃત્તિમાં જ રસ લેતો આવ્યો છે. એણે અનંતકાળમાં પણ પોતાની પ્રવૃત્તિ તો કરી જ નહિ અને એથી જ અત્યારે કરવા જાય છે તે તેમાં એને રસ આવતો નથી. જ્યાં પિતાનું લક્ષ જ ન હોય ત્યાં પોતાની પ્રવૃત્તિમાં રસ કયાંથી આવે ? જે સ્વને લક્ષમાં લે તો તે જ ક્ષણે પિતાની પ્રવૃત્તિમાં રસ આવવા માંડે. પૌગલિક પ્રવૃત્તિમાં લક્ષ છે તે તેમાં ૨સ આવે છે ને ? તાઢ, તડકે, ભૂખ, તરસ એ બધાં કછો વેઠીને પણ ધનજીભાઈના માટે ધમધોકાર પ્રયત્ન કરો છોને? તે રીતે આત્માનું લક્ષ કરીને આત્મા માટે પ્રયત્ન કરતા થઈ જાઓ તે કાંઈ બાકી રહે? અરે ! કહોને કે બેડે પાર થઈ જાય. ધનસંપત્તિ એ કાંઈ પોતાની વસ્તુ નથી તેમ પરલોકમાં પણ સાથે આવે એમ પણ નથી. એ તો સારી રીતે જાણે છે ને! છેલ્લી ઘડીયે તો કેડના કંદરા પણ કાઢી લેવાનાને? વખતે દાંતમાં સોનું મઢેલું હશે તે ?
સભામાંથી “પાણા મારીને કાઢી લેશે.” , આટલું બધું જાણવા છતાં ધનના માટે અનેક પાપ શા માટે કરાય છે? પણ બહિરામદશા હોય ત્યા સુધી બાહ્યા વસ્તુઓમાં જ સર્વસ્વ લાગ્યા કરે.
નથી. જ્યાં પણ કરવા જાય છે તો