________________
૩૫૦
મને વિજ્ઞાન
બીજાના બંગલા જેમ તમારા નથી તેમ જેને તમે તમારા માન્યા છે તે પણ તાત્ત્વિક દષ્ટિએ તમારા નથી જ. પિતાના મકાન માટે પણ એમ લાગવું જોઈએ કે એ મારું નથી. તાત્વિક દૃષ્ટિએ જયાં શરીર પણ આપણી માલિકીનું નથી ત્યાં કંચન, કામિની, ઘર વગેરે તે આપણાં હોય જ ક્યાંથી ?
સ્વમાં જાગૃત તે જ ખરો ગી આમ હોવા છતાં આપણી અનાદિની અજ્ઞાન દશા એવા પ્રકારની છે કે આપણે પરમાં સ્વની માફક અને સ્વમાં પરની માફક વર્તી રહ્યા છીએ. તમે સંસારમાં ઘણા એવા માણસે નથી જોતા કે જે પોતાના ઘર તરફ લક્ષ ન આપે અને બીજાના ઘરની જ પંચાત કર્યા કરે ? તેમ અહીં તમે પણ સ્વને પર માની સ્વની તરફ પર જેવો ને પરને સ્વ માની પરની તરફ સ્વ જેવો વર્તાવ કરી રહ્યા છે. આત્મા એ સ્વવસ્તુ છે. તો આત્મામાં તો જાણે તમે ઊંઘી જ રહ્યા છે. ત્યારે શરીરાદિ એ પરવસ્તુઓ છે તો એ પરવસ્તુઓને પિતાની માની એના માટે જાણે ચોવીસે કલાક મથી રહ્યા છે. આમા માટેની પ્રવૃત્તિ તરફ આત્મા જાણે સાવ બેદરકાર છે ત્યારે મહાન પુરુષ ફરમાવે છે કે –
' स्वप्रवृत्तावतिजागरुकः परप्रवृत्तौ बधिरान्धमूकः
સ્વપ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેવું જોઈએ અને પરપ્રવૃત્તિમાં બધિર, અંધ અને મૂક બની જવું જોઈએ. સ્વમાં જાગૃત તેજ ખરે યોગી છે. તમે પણ કહેતા હે છે કે, પરની જ એકલી ભાંજગડ કરનારે પોતાનું કાંઈ પણ કરી ન શકે. અને વાત પણ સાચી છે કે, પુદ્ગલની પલેજણમાં જ જે આખું જીવન વીતાવે તે આત્માનું કઈ રીતે કરી શકે? તમે ચોવીશ કલામાં આત્મા તરફ કેટલું