________________
S નિજઘર અને પરઘર
સંસાર આત્માની પર્યાયદશામાં રહેલ છે. કર્મસંગે. આત્મામાં જે મલિન પરિણામ થાય છે તે જ પર્યાય” કહેવાય છે. અનાદિથી જીવ મલિન પરિણામ કર્યા કરે છે તો તેને સંસાર પણ અનાદિથી જ છે. સંસાર આત્માના પરિણામમાં જ હોવાથી પરિણામની શુદ્ધિ થતાં સંસારથી મુક્ત પણ થવાય છે. પરિણામમાં રહેલા વિષયકષાયરૂપ સંસાર ને પરિણામમાંથી કાઢી પણ શકાય છે. આત્માના મૂળ સ્વભાવમાં જ સંસાર હોત તે આત્માને કેઈ કાળે મેક્ષ ન થાત, છતાં વર્ત. માનમાં એમ જ માની લઈએ કે, મારે આત્મા તો શુદ્ધ જ છે અને અશુદ્ધતા પરિણામમાં હોવા છતાં એ અશુદ્ધિ ટાળવાને પ્રયત્ન ન કરે તો આત્માને મોક્ષ ન જ થાય, કારણ કે અત્યારનાં પરિણામ અશુદ્ધ છે. શુદ્ધ તે સ્વભાવની અપેક્ષાએ છે જેમ વસ્ત્ર મૂળ સ્વભાવે શુદ્ધ હોવા છતાં મેલું થઈ જાય છે અને એ મેલા થયેલા વસ્ત્રને શુદ્ધ કરવું હોય તો તે પર સાબુ વગેરેની કિયા કરવી જ જોઈએ. વસ્ત્રના મૂળ સ્વભાવમાં શુદ્ધતા હોય છે માટે મેલ કાઢી શકાય છે અને એ કિયા જ કેલસા ઉપર કરીએ તે કેલસે કેઈ કાળે સફેદ ન થાય. માટે એક મહાન સિદ્ધાંત નક્કી થયે કે, “ઘરનું હોય એ ન જાય. અને પરઘરનું હોય એ ગયા વગર રહે નહિ.”