________________
૩૪૫
ઉન્નતિના માર્ગે
માણસો નિરંતર યમરાજના મંદિર તરફ જાય છે, છતાં બીજાઓ અહીં (જગતમાં) કાયમને માટે રહેવાની ઈચ્છા કરે છે, તેને જેવું આશ્ચર્ય બીજું કયું હોઈ શકે? ભાવાર્થ એ છે કે દેહ નશ્વર છે અને પ્રાણી માત્ર માટે મૃત્યુ અનિવાર્ય છે. તે કાનૂન અનુસાર કેટલાયે માણસોને - હંમેશા મૃત્યુને શરણ થતાં આપણે જોઈએ છીએ. છતાં આપણે જાણે અમર હોઈએ અને આ વિશ્વમાં કાયમને માટે રહેવાને ન હાઈએ એમ સમજીને આપણે સંસારના સુખોમાં રચ્યાપચ્યા રહીએ છીએ તે કેવું વિચિત્ર ગણાય?
(૩) વાત શી છે?
'अस्मिन् महामोहमये कटाहे सूर्याग्निना रात्रि-दिवेन्धनेन । मासर्तुदीपरिधट्टनेन भूतानि कालः पचतीति वार्ता ॥'
–આ જગતમાં રાત્રિ અને દિવસરૂપી લાકડી વડે પ્રદિપ્ત બનેલા સૂર્યરૂપી અગ્નિની ઉપર મહામેહરૂપી કડાઇમાં જગતમાં જીવો હંમેશા હેમાય છે. તેને માસ અને
તુરૂપી તવેથાથી હલાવીને પરિપકવ કરવામાં આવે છે. આ રીતે શીરાની માફક ઘુંટાઈને તૈયાર થયેલી રાઈ કાળ મહારાજા આરોગી જાય છે એ એક જાણવા જેવી વાર્તા છે, પરંતુ તમે સાચું જીવન જીવતા થઈ જાવ તો મૃત્યુ જયી બની જાઓ. એક કવિએ ગાયું છે કે, “મૃત્યુ મરી ગયું રે લોલ.” મૃત્યુ મહાપુરુષોને મારી શકતું નથી, પણ મહાપુરુષે મૃત્યુને મારી મૃત્યુંજયી બને છે.