________________
ઉન્નતિના માગે
३४3
માટે તે તેના ખીસામાંથી રૂમાલ કાઢે છે ત્યારે તેની સાથે એક ઇંડું પણ બહાર પડે છે. આથી સયાજીરાવ ઉપસંહારમાં બાલ્યા કે, આવા આચરણ વિનાના વક્તાઓએ જ જગતનું સત્યાનાશ વાળ્યું છે. બુદ્ધિવાદને આ રીતે તે દુરૂપયેગ કદાપિ સાચી ઉન્નતિ થવા ન જ દે. બુદ્ધિને સદુપયેાગ કરી, તત્ત્વ સમજવા પ્રયત્ન કરે જોઈએ.
જે સત્ય સમજાય તેને શ્રદ્ધાપૂર્વક જીવનમાં વણવા મથવું જોઈએ, બુદ્ધિવાદમાં શ્રદ્ધા ન ભળે તે અંતે નાસ્તિ કવાદ જ જમે અથવા બેટો તર્કવાદ જન્મે. તેવા બુદ્ધિવાદથી સાચી ઉન્નતિ ન જ થઈ શકે. આત્મોન્નતિ કરીને શાવત સુખ મેળવવા માટે કેવળ અધ્યાત્મવાદને જ આશ્રય આપણે લેવો જોઈએ. આ અધ્યાત્મવાદને ટેકે આપે, તે યક્ષને એક સુંદર સંવાદ મહાભારતમાં છે.
યક્ષના ચાર પ્રશ્નો પાંડવે જંગલમાં વિચરતા હતાં. તેમને સૌને ખૂબ તૃષા લાગે છે, તેથી સૌથી નાનાભાઈ નકુળ એક પાત્ર લઈને સરોવરને કાંઠે જઈ પાણી ભરવાની તૈયારી કરે છે. ત્યાં તે સરોવરને યક્ષ તેને રોકીને કહે છે કે, પહેલા મારા પ્રશ્નોને ખુલાસે કરે અને પછી પાણી ભરે. પ્રશ્નો નીચે મુજબ છે.
को मोदते, क्रिमाश्चर्य, का वार्ता, कः पथः स्मृतः । एतान् मे चतुरः प्रश्नान् , पूरयित्वा जलं पिब ॥
આ જગતમાં (૧) આનંદ-પ્રમોદ કોણ કરે છે ? (૨) આશ્ચર્ય શું છે ? (૩) જાણવા જે વાર્તા કઈ છે? અને (૪) ઉન્નતિને પંથ કયે છે !