________________
૩૪૨
મને વિજ્ઞાન કે વિપત્તિના સમયે દીકરા-દીકરીઓ પણ તમને છોડીને ચાલ્યાં જશે આ રીતે વસ્તુના સાચા રવરૂપને તમને ખ્યાલ આવી ગયા પછી તો ખાટાને મેહ છુટવો જોઈએ અને તેમાં વૈરાગ્ય આવો જોઇએ.
જડવાદ ખોટો છે તેમ સમજાઈ જાય તો અનેક પાપને તાળા દેવાઈ જાય. વકીલ, વેપારીઓ, ડેકટર વગેરે સૌ આ જડવાદની સિદ્ધિ અર્થે અનેકવિધ પાપ કરે છે. અંતે જડ જડને ઠેકાણે રહી જાય છે અને પાપ સાથે લઈ આત્મા પરલોકના પંથે પડી જાય છે, જ્યાં તેને એક મિનિટ પણ શાંતિ મળતી નથી.
આ યુગમાં બુદ્ધિને અવળે માર્ગો ઉપયોગ થઈ રહ્યો છે. પાશ્ચાત્ય દેશોમાં આબેબ જેવાં વિનાશક શસ્ત્રો શોધાયાં તે આ બુદ્ધિના દુરૂપયોગનું પરિણામ છે. કેટલાક માણસ એવા તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિવાળાં હોય છે કે તેમનું ભાષણ તમે સાભળે તો તમને એમ જ લાગે કે આ કઈ મહાન ફિલસુફ છે. પરંતુ તેનું વતન જુઓ તે હલકી કેટીનું હોય છે. આજે માણસે બુદ્ધિને ઉપયોગ ચાલાકીથી અનેકવિધ પાપો કરવામાં અને તેને છુપાવવામાં કરે છે. બુદ્ધિવાદમાં આત્મવાદ ન હોય તે તે બુદ્ધિવાદ ઘણાને શ્રાપરૂપ નિવડે છે.
વિચાર ને વર્તન એકરૂપ રાખે
વડોદરા નરેશ સયાજીરાવ એક સભાના પ્રમુખ હતા. તે સભામાં એક વકતાએ “અહિંસા ઉપર દોઢ કલાક સુધી આકર્ષક અને અસરકારક ભાષામાં ભાષણ કર્યું, પરંતુ દોઢ કલાકના બેલવાના પરિશ્રમથી તેને થયેલ પસીને લૂછવા