________________
મનાવિજ્ઞાન
એક વખત કહી ગયા તેમ સંસારનાં આ ક્ષણિક સુખની તે મૃગની જેમ નાસીપાસ થાય છે.
પાછળ દોડનાર
૩૪૦
આ ઉપરથી એક મુદ્દો નક્કી થાય છે કે, સયમ–ચારિત્ર એજ મનુષ્યદેહનું ખરું ફળ છે. તેમજ સયમ વગર સિદ્ધિ નથી અને તપ વગર શુદ્ધિ નથી, એ પણ ફલિત થયું કે જડવાદ કલ્યાણકારી નથી. તેમાંથી શાશ્વત સુખ મળે જ નહી.
આટલુ` સમજ્યા પછી પણ ભાન ભૂલીને ઐહિક સુખની પ્રાપ્તિ માટે પાપા કર્યાં કરશે તે તમે તેનાથી અ ંતે છેતરાશો અને પશ્ચાત્તાપ કરવાના સમય આવશે. કારણ કે પૌઢગલિક સુખ કોઈનુ થયુ નથી થતું નથી અને થશે પણ નહિ. તેમાં ઉન્નતિ માનવામાં જ આપણી પડતી છે.
જ્ઞાની તમને સમજાવીને સિદ્ધ કરી આપે છે કે તમે જેની ઉપાસના કરો છે. તે કાચનો કટકો છે, કોહીનૂર હીરા નથી. એવી તમને પ્રતીતિ થઈ ચૂકી છે, છતાં તમે તે કાચના કટકાને શું જોઈને વળગી રહ્યા છે! ?
ત્યાગી ને વેરાગી
ઉપાક્ત દલીલા અને સમજાવટથી તમને જે તત્ત્વ સમજાગ્યું તેથી હવે તમને સંસારનાં સુખા મિથ્યા લાગે છે ને ? તે હવે તેમાં સાર માનીને તે! નહિ રહેાને? એક વસ્તુ ખાટી છે તેમ સિદ્ધ થયા પછી તે તમારે તેને ત્યાગવી જોઈએને ? સંસારનાં સુખા ખોટા છે તેમ તમને સમજાઇ ગયા પછી તમારે તેના ત્યાગ કરવા જોઈએ. કદાચ તમે તેને ત્યાગ ન કરી શકે તે તેમાં વૈરાગ્ય તા જરૂર કેળવવો જ. ત્યાગી હાય તે વૈરાગી હાય જ, પરંતુ વૈરાગી ત્યાગી હાય જ એવે નિયમ નથી. સાચા ગૃહસ્થી રાગાંધ અને મોહાંધ બનીને