________________
ભાવ સન્નિપાત
જગતમાં સનિપાત એ મહાભયંકર પ્રાણઘાતક રોગ મનાય છે. દ્રવ્ય સન્નિપાત અને ભાવ સન્નિપાત આ રીતે તેના બે પ્રકાર પાડી શકાય છે. વાત, પિત્ત અને કફના અતિરેકથી જે સન્નિપાત થાય, તેને દ્રવ્ય સનિપાત કહેવામાં આવે છે. દ્રવ્ય સનિપાત થાય એટલે માણસ માટે પ્રાયઃ - બચવાની આશા રહેતી નથી. દ્રવ્ય સન્નિપાત કરતાં ભાવ સન્નિપાત વધુ ભયંકર છે. ભાવ સનિપાત રાગ, દ્વેષ અને મેહના અતિરેકથી થાય છે. દ્રવ્ય સન્નિપાત તે એક ભવ બગાડે છે, જ્યારે ભાવ સન્નિપાત અનંતા ભવ બગાડે છે. તેમાં રાગ એ આસક્તિરૂપ છે. પૂજ્ય આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ “ધર્મબિન્દુમાં જણાવે છે કે –
વિષ્યમઘંવરબા રાજ તિ” પિતાના સ્વભાવથી જ અસ્થિર અને નાશવંત એવા સ્ત્રી આદિ પદાર્થોમાં જે તીવ્ર આસક્તિ તેને રાગ કહેવામાં આવે છે. કનક અને કાન્તાએ રાગના પ્રબળમાં પ્રબળ નિમિત્તો છે. તેમાં પણ સ્ત્રી એ અતિ બળવાન નિમિત્ત છે. તેના નિમિત્તે ભલભલા એગીએ પણ રાગમાં રેળાઈ જાય છે.
જ્ઞાન દષ્ટિથી જગતને જોતાં શીખે
સ્ત્રીના રાગમાંથી છૂટવા માટે તેના બાહી સ્વરૂપને વિચાર ન કરતાં અત્યંતર સ્વરૂપને વિચાર કરવો જોઈએ.