________________
દુઃખું પુણ્યભવં સુખ
૩૨૭
ઉદ્ભવતા સુખ અંતે દુઃખ છે. માટે પુણ્ય એ ઘણું સારું છે, પણ તેના સુખની મીઠાશ નહિ હોવી જોઈએ. દષ્ટિ આત્માના સુખની હોવી જોઈએ. પુણ્યનાં ઉદયકાળમાં પણ પ્રમાદ નહીં પિષ જોઈએ. પુણ્યના ઉદયકાળમાં જે મેક્ષમાર્ગની આરાધના થાય તે પુણ્ય એ અમૃતરૂપ છે અને પુણ્યનાં ઉદયકાળમાં જે પ્રમાદ પોષાય, નાટક-સીનેમા અને કલબે જ જે સાંભર્યા કરે તો પુણ્ય એ દુર્ગતિના કારણરૂપ છે. મનુષ્ય ભવાદિની તમામ સામગ્રી પ્રબળ પુણ્યનાં ઉદયે મળેલી છે. પણ તેનાથી જે મેક્ષમાર્ગની આરાધના થાય તો તે સફળ છે, નહિ તે અફળ છે. પાપનું ફળ દુઃખ અને બંધન છે. એક લોઢાનું બંધન છે તો બીજું સેનાનું બંધન છે. આ રીતે બનેનાં ફળમાં તત્ત્વદષ્ટિથી વિચારીએ તે જરા પણ અંતર નથી પરંતુ પુણ્યમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે. છતાં દયેય તે મેક્ષ છે, જ્યારે પાપાનુબંધી પુણ્ય સર્વથા હેય છે. પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા પણ મેક્ષનાં અંગે છે. માટે પુણ્યનાં ઉદયકાળમાં જેટલી બને તેટલી વિશેષ પ્રકારે મેક્ષમાર્ગની આરાધના કરવી જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય એ મેક્ષમાર્ગની આરાધનામાં મદદરૂપ થનારૂં છે, પણ વિન કરનારું નથી.
આગળ વધીને પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં ફરમાવે છે કે :
"दुःखैकरुपयोभिन्नस्तेनात्मा पुण्यपापयो । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥"