________________
૩૩૪
મને વિજ્ઞાન
મેહનીયને તીવ્ર ઉદય હોય તે સમ્યક્ માર્ગમાં પ્રવૃત્તિ ન થાય. એક સમ્યફ શ્રદ્ધાને હણે છે, બીજે વીતરાગતાને હણે છે. આત્મામાં અનંત ગુણ છે. પણ મિથ્યાત્વ મોહનીયની કાળી છાયા પડવાથી કેઈ પણ ગુણની સમ્યગ પ્રવૃત્તિ થતી નથી. મિથ્યાત્વ મેહનીય કમ ધતુરાની માફક અતવમાં તત્વ બુદ્ધિ ધારણ કરાવી જીવને ય પદાર્થ પ્રતિ પરિણાવે છે. માટે જ બધા કર્મોમાં મોહનીય કામ અતિ બલવત્તર છે. તાડ વૃક્ષના મરતક પર રહેલી સુચિના વિનાશથી જેમ આખા તાડવૃક્ષને નાશ થઈ જાય છે તેમ મેહનીય કર્મના વિનાશથી આઠેય કર્મોને વિનાશ થઈ જાય છે. જેમ બધા કર્મોમાં મોહનીય કર્મ અનંતગણુ તાકાતવાળું છે તેમ જીવ દ્રવ્ય પણ અનંતી તાકાતવાળું છે. જીવ દ્રવ્યના જ્ઞાન અને વીર્યાદિ ગુણના વિપરીત પરિણમનથી આઠેકાઁતાકાતવાળા બને છે. તે બધા ગુણોનું જે સમ્યફ પરિણમન થાય તે આઠે આઠ કર્મોનો ભાંગીને ભૂકે થઈ જાય અને તે વિપરીત પરિણમનમાં મિથ્યાત્વ મેહનીય છે. આશ્ચર્યની વાત એ છે કે કર્મ પિતાને દુશ્મન હોવાં છતાં જીવ પિતાના ખેટા પરાક્રમથી જ દુશ્મનના હાથ મજબૂત બનાવી રહ્યો છે.
આ પ્રમાણે વાત, પિત્ત અને કફના દ્રવ્ય સન્નિપાત કરતાં રાગ, દ્વેષ અને મેહને ભાવ સન્નિપાત અતિ ભયંકર છે. સનિપાતમાં બકવાદ શરૂ થઈ જાય તેમ આ ભાવ સનિપાતમાં પણ આત્મા પિતાના સ્વરૂપને ચૂકી બાહ્ય પ્રવૃત્તિમાં પડી જાય છે. આ ત્રણના અતિરેકમાં આત્માનું વાસ્તવિક સુખ અનુભવી શકાતું નથી. પૂજ્ય આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે
'सत्वस्वेतेषु न यथावस्थितां सुख स्वधातुवैषम्यादिति"