________________
૩૨૬
મનોવિજ્ઞાન
સુખમાં પ્રધાનતા સત્વગુણની છતાં શ્રેષ્ઠતા
નિવિ કહ૫ ઉપગની
ચોથે મુદો ગુણવૃત્તિના વિરોધને છે. ગુણના કાર્યને ગુણવૃત્તિ કહેવામાં આવે છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ કહેવામાં આવે છે. જ્ઞાન, સુખ અને પ્રકાશ એ સવઃ ગુણના કાર્યો છે. સ્વાર્થ અને પ્રવૃત્તિ એ રજોગુણનાં કાર્યો છે.. પ્રમાદ, અજ્ઞાન અને દુઃખ તમે ગુણનાં કાર્યો છે. સુખનાં અનુભવકાળમાં સત્ત્વગુણની પ્રધાનતા હોય છે પણ તમે અને રજોગુણને સર્વથા અભાવ હોતા નથી. આ પ્રમાણે સુખના અનુભવ કાળમાં પણ ગુણાનાં કાર્યોમાં પરસ્પર વિરોધ હોવાથી સાચું સુખ મળતું નથી. સત્વગુણની પ્રધાનતાવાળું ગમે તેવું સુખ હોય પણ વચમાં તમે ગુણ અને રજોગુણ ડોકિયું કરી જાય. છે. તેમાંય આજનાં સુખ તે એવાં તકલાદી છે કે તેમાં સત્ત્વગુણનું પ્રમાણ ઘણું ઓછું જોવામાં આવે છે અને બીજા બન્નેનું પ્રમાણ વિશેષ જોવામાં આવે છે. આજે બંને સગા ભાઈ ખૂબ સુખી હોય, ભેગા રહેતા હોય, છતાં મનમાં એક એકને પિતાને સ્વાર્થ રહ્યા કરતું હોય છે અને વ્યસનના લીધે પ્રમાદ તે એટલો બધો વધી ગયો છે કે જે લખવા માટે શબ્દો નથી. સુખ એ સત્ત્વગુણનું કાર્ય હોય છે, પણ અંતે તે વેદાંતમાંયે નિર્ગુણ દશાને શ્રેષ્ઠ કહી છે જેમ જૈન. શાસ્ત્રોમાં નિવિકલ્પ ઉપયોગને શ્રેષ્ઠ કહ્યો છે.
પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા મેલ અંગે
આ રીતે આ ચારે ચાર મુદ્દા ઉપરનું વ્યાખ્યાન પૂરું થાય છે. હવે ઉપસંહારમાં એટલું જ જણાવવાનું છે કે પુણ્યથી