________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા (ઉત્તરાર્ધ)
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા આ વિષય ઉપરનું પૂર્વાર્ધ આપણે પૂર્વે વર્ણવી ગયા છીએ. આજે ઉત્તરાર્ધ વર્ણવવું છે. ઉત્તરાર્ધ વર્ણવતા પહેલાં આપણે જરા પૂર્વ વિષય પર દષ્ટિપાત કરી જઈએ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીના લેકના આધારે પૂર્વાર્ધ વર્ણવતા હતા “સંસારમાં ધર્મજ ઉપાદેય છે કારણ કે ધર્મ સિવાયનું બધુંય અંતે દુખનું કારણ છે. સંસારમાં મનુષ્ય સંગમાં સુખ માનતા હોય છે. પરંતુ સંગમાત્ર અનિત્ય છે, ઈર્ષ્યા અને શોકથી ભરેલા છે. હલકા આચરણના સ્થાનરૂપ યૌવન પણ અનિત્ય છે, તીવ્ર કલેશના સમુદાયમાંથી પેદા , થનારી સંપદાઓ પણ અનિત્ય છે અને સર્વભાવના નિબંધન, રૂપ જીવન પણ અનિત્ય છે. સંસારમાં પુનઃ પુનઃ મૃત્યુ, પુનઃ પુન. જન્મ અને પુનઃ પુનઃ હીન અને ઉચ્ચ સ્થાનનો. આશ્રય કરવાનો હોવાથી આ સંસારમાં કયાંય લેશપણ સુખ નથી. જ્યાં ઠરીને ઠામજ થવાનું ન હોય ત્યાં સુખ કયાંથી હોય? સંસારી જીવ એ તે રખડુ જાત કહેવાય. એને સુખ. કેવું? સ્વરૂપની પ્રતિષ્ઠાવાળા અને એક સ્થિતિમાં રહેનારા હાવાથી સિદ્ધોને સાચું સુખ છે, માટે સંસારમાં પ્રકૃતિથી બધુય અસુંદર છે. ભલે ઉપર ઉપરથી ઈમીટેશનની જેમ સુંદર લાગતું હોય પણ પ્રકૃતિથી અસુંદર છે. માટે હે મિત્ર! તું કહે ખરે. આમાં કયાંય પણ વિવેકીઓએ આસ્થા રાખવી શું ચક્ત છે? દર્યશાળી એવા શીલવંત પુરુષોએ સેવેલા ધર્મ સિવાય વિવેકીઓએ કયાંય પણ આસ્થા રાખવી યુક્ત નથી. આ